બમ બમ ભોલે! મહાશિવરાત્રી નિમિતે પ્રથમ જ્યોતિર્લિંગમાં મહાઆયોજન જાણોઆ દિવસનું મહત્વ..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી દુનિયા ઘણી જ વિશાળ છે અને પૃથ્વી પર અનેક લોકો વસે છે તેવામાં એક વિચાર આવે કે આ આખી પૃથ્વીનું સંચાલન કોણ કરતું હશે. આપણે સૌ જાણીએ છિએ કે આ પૃથ્વી ને કોઈ દિવ્ય શક્તિ ચલાવે છે જેને લોકો અલગ અલગ સ્વરૂપે પૂજે છે. પરંતુ દરેક શક્તિ નું ઉદગમ બિંદુ એક જ છે મહાકાલ.

આપણે સૌ જાણીએ છિએ કે હવે મહાદેવા ની મહાશિવરાત્રી આવી રહી છે જેને લઈને ભક્તો માં ઘણો ઉત્ત્સાહ જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે ભગવાન શિવ દેવો ના દેવ મહાદેવ છે મહાદેવ તમામ દુઃખો અને કસ્તો નું નિવારણ કરે છે. મહાદેવ ને ભોળાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે મહાદેવ એક માત્ર દેવ છે કે જેમના નામ માત્રથી તમામ દુઃખ અને સંકટ ટળી જાય છે.

તેવામાં મહાશિવરાત્રિ નિમિતે પૂજા નું અને પ્રભુ ભક્તિ નું ખાસ મહત્વ છે. આપણે અહીં પ્રથમ જ્યોતિર્લિંગ માં યોજાનાર મહાશિવરાત્રી નિમિતે જે ભવ્ય પૂજા અને વિધિ નું આયોજન થવાનું છે તેના વિશે આપણે અહીં માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે પણ પ્રભુ ભક્તિમાં લીન થઈ જઈએ.

જો વાત મહાશિવરાત્રી નિમિતે સોમનાથ મંદિર માં યોજાનાર પૂજા અંગે કરીએ તો જણાવી દઈએ કે તા.28 થી તા.1 માર્ચ દ૨મિયાન મંદિર માં બે દિવસ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. તા.1 ને મંગળવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ચાર થી લઈ સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લુ રહેશે.

જો વાત આ દિવસે મંદિરમાં યોજાનાર કાર્યક્રમ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ દિવસે પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનુ વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યુ છે. જો ભક્તો ને એ વાત નું ખાસ ધ્યાન રાખવું કે હજુ કોરોના ગયો નથી માટે આ તમામ પ્રકરના આયોજન માં દર્શનાર્થીઓએ સરકારની ગાઈડ લાઈનનુ પાલન કરવાનું રહેશે.

જણાવી દઈએ કે આખા વર્ષમાં કરેલી શિવપૂજાનું જેટલું પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા, દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. જણાવી દઈએ કે આ જે ભાવિક ભક્તો ને તત્કાલ શિવપૂજન અને સુવર્ણ કળશ પૂજન ઉપરાંત ધ્વજાપુજન કરી શકે તે માટે મંદિર પરિસરમાં સંકિર્તન ભવનમાં વિશેષ આયોજન કરવામાં આવેલ છે. જો વાત દિવસ ની શરૂઆત અંગે કરીએ તો આ મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરીક ધ્વજાપૂજનથી થશે. જે બાદ સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિત વિશેષ કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવેલ છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ડિજીટલ સમય છે જેમાં અનેક વસ્તુઓ શક્ય છે તેવામાં જો તમે સોમનાથ મંદિરે જઈને મહાદેવ ની પૂજા કે આરતી નથી કરી શક્તા તો હવે તમારી પાસે ડિજીટલ રીતે પૂજા નો અને દર્શન નો રસ્તો છે આ માટે તમારે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.sOMNATH.ORG’ તથા સોશ્યલ મીડીયા માધ્યમ ફેસબુક ‘@SomnathTempleOfficial’, ટવીટર ‘@somnath_Temple’, ઇન્સ્ટાગ્રામ somnathTempleofficial, 42464- Somnath Temple – official Channel, વોટ્સએપ એડ્રોઇડ તથા એપલ સ્ટોર પરથી સોમનાથ યાત્રા મોબાઇલ એપના માધ્યમથી પણ દર્શન, આરતી, લાઇવ સ્ટ્રીમીંગનો લ્હાવો દેશ-વિદેશના ભક્તો ઘરબેઠા લઇ શકશે.

જો વાત મંદિર દ્વારા ભક્તો માટે કરવામાં આવેલ સગવડ અંગે કરીએ તો જણાવી દઈએ કે મંદિરે આવતા ભક્તો માટે મહા પ્રસાદ અને ફરાળ પણ નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા પણ કરાય છે કે જે સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવેલ છે. જણાવી દઈએ કે તા.28 અને.1 ના રોજ સાંસ્કૃતિક કાર્યનિહાોમનાથ લોકરંગ મહોત્સવનું આયોજન સોમનાથ ટ્રસ્ટ, સંસ્કાર ભારતી અને ગુજરાત રાજય અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી રામ મંદિર ઓડિટોરીયમ ખાતે કરવામાં આવેલ છે.

આ લોક રંગ મહોત્સવ માં અનેક કલાકારો ભજન, ગરબા, લોકસંગીત અને વિવિધ લોકનૃત્યો દ્વારા ભગવાન શિવજીની આરાધના કરવામા આવશે. આ કાર્યક્રમ ને લોકો સાંજે સાડા સાત થી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયા ડિઝીટલ પ્લેટફોર્મ પરથી જોઈ શક્શો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.