Gujarat

સમાજ સેવક અને હજારો દીકરીઓ ના પાલક પિતા મહેશ સવાણીને હાર્ટ એટેક આવતા હોસ્પીટલમા દાખલ પરંતુ હાલમાં..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ દુનિયા માં મનુસ્ય નું સૌથી મહત્વનું કામ અને ફરજ અન્ય વ્યક્તિ ને મદદ કરવાની છે. ભગવાન દ્વારા આપવામાં આવેલ વીશીષ્ટ આવડત અને વસ્તુઓ નો ઉપયોગ અન્ય ની ખુશીઓ માટે કરવો તે સાચા અર્થમાં પુણ્યનુ કામ છે એટલે કે પરસેવાનુ નાણું પર સેવામાં વપરાય તેનાથી જે સંતોષ મળે છે તેવો સંતોષ કોઈ ઠેકાણે મળતો નથી.

આપણે અહીં એવાજ એક સમાજ સેવક અંગે વાત કરવાની છે કે જેમણે પોતાનું આખું જીવન પર સેવા માટે લખી નાખ્યું છે આપણે અહીં હજારો દીકરીઓ ના પાલક પિતા મહેશભાઈ સવાણી વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે મહેશભાઈ સવાણી ની તબીયત ખરાબ થતાં તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર છેલ્લા બે દિવસ થી મહેશભાઈ પોતાની તબીયત સારી ન્ હતી તેવું પરિવાર ને જણાવ્યું હતું અને છાતી માં દુખાવા અંગે પણ જણાવ્યું હતું જે બાદ તેમને દુખાવો વધતાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા કે જ્યાં સવારે બ્લડ રિપોર્ટ કરાવ્યા હતા. તો બપોરે શુગર હાઈ આવ્યા બાદ તેમને સાંજના પી.પી.સવાણી હોસ્પિટલ સ્થિત વધુ તપાસ માટે લાવ્યા હતા.

હોસ્પીટલમાં છાતિ માં દુખાવ અંગે ડોક્ટરે જણાવ્યું કે મહેશભાઈ ને હાર્ટ એટેક આવ્યો છે જે બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહીં હોસ્પીટલમાં તેમની કાર્ડિયોલોજિસ્ટ ડો. સંજયભાઈ વાઘાણીએ હાર્ટ એટેકની સારવાર શરૂ કરી હતી.

જો કે મહેશભાઈ ની તબીયત લથડતા અનેક લોકો ચિંતાતુર થઈ ગયા હતા પરંતુ હાલમાં તેમની તબિયત સ્થિર છે તેવું જાણવા મળી રહ્યું છે આપણે સૌ જાણીએ છિએ કે મહેશ ભાઈ સવાણી હજારો દિકરીઓ ના પાલક પિતા અને સુરત ના ઘણા જ મોટા ઉદ્યોગપતિ છે તેમણે સમાજ સેવાના કાર્યથી અનેક લોકોને નવું જીવન આપ્યું છે

જો કે જણાવી દઈએ કે મહેશ સવાણી થોડા મહિના પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગયા મહિને તેમણે આપ  છોડવાનો નિર્ણય કર્યો હતો. જો કે હાલમાં સૌ કોઈ એવી જ પ્રાર્થના કરે છે કે મહેશભાઈ સવાણી સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત આવે. અને ફરી જન કલ્યાણ ના કાર્યોમાં જોડાઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *