Gujarat

મનસુખભાઇ નું જ્ઞાન સાંભળી બેભાન થઇ જશે નાળિયેર અને પાટિયા થી જણાવે છે કે જમીન માં કઈ જગ્યા એથી નીકળશે પાણી,

Spread the love

આપણા રોજિંદા જીવનમાં સૌથી વધુ મહત્વ પાણીનું માનવામાં આવે છે. જળ છે તો જીવન છે તે કહેવત પણ સાંભળી જ હશે. માત્ર પાણીનો ઉપયોગ પીવા માટે અને ઘર વપરાશ માટે જ થતો હોય એવું નથી. પાણીનો ઉપયોગ ખેતીના પાકો ઉગાડવામાં પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે. ખેતીના પાકોને પાણી વગર ઉગાડી શકાતા હોતા નથી અને ખાસ કરીને જમીન મકાનના બાંધકામમાં પણ પાણીનો ઉપયોગ થતો હોય છે.

એવામાં હવે ગામડામાં વસતા લોકો ખેડૂતો કે જેવો પોતાના ખેતરોમાં મોટા મોટા કુવા અને બોરવેલ બનાવતા હોય છે. જેના દ્વારા જમીનમાંથી પાણીનું સિંચાઈ કરી શકાય છે. પરંતુ હાલમાં પાણીની તંગી હોવાને નાતે જ્યારે પણ બોર કરાવવામાં આવે છે ત્યારે કેટલાક બોર એવા થઈ જાય કે જ્યાં પાણી નીકળતું હોતું નથી. એવા માં બોરનો ખર્ચો માથે પડતો હોય છે.

પરંતુ હાલમાં એક એવા વ્યક્તિ ની વાત સામે આવી છે કે જે પોતાના કોઠાસૂઝ થી માત્ર એક નાળિયેર અને પાટિયાની મદદ થી જણાવી દે છે કે કયા ભાગમાં બોર કરવામાં આવશે તો ત્યાંથી પાણી નીકળશે તે વ્યક્તિની વાત કરીએ તો તે વ્યક્તિનું નામ છે મનસુખભાઈ. આ વ્યક્તિ એવા છે કે લોકો તેને બોર કરાવતા પહેલા બોલાવે છે અને મનસુખભાઈ આવે છે અને તે એક નાળિયેર અને લાકડાનું પાટિયું લાવે છે તેના ઉપર બેઠી ને તે પોતે ગોળ ગોળ ફરે છે.

આટલું કરતા ની સાથે જ મનસુખભાઈ ને ખ્યાલ આવી જાય છે કે કઈ જગ્યાએ કેટલું પાણી નીકળશે અને મનસુખભાઈ ની વાત સાચી પણ પડે છે. મનસુખભાઈ જે જગ્યાએ બોર કરવાનું માર્ગદર્શન આપે છે તે જગ્યાએથી ચોક્કસ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો નીકળતો હોય છે. આથી લોકોને બોરનો ખર્ચો માથે પડતો હતો નથી. મનસુખભાઈ નામના વ્યક્તિ માત્ર પોતાના અનુમાન પરથી જ લોકોને જણાવી દેશે કે કયા પાણી નીકળશે અને ક્યાં બોર કરવાથી કઈ જગ્યાએ પાણી નીકળશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *