અમદાવાદ માં મેઘો મહેરબાન ! આ સાથે જ ગુજરાત ના આ જિલ્લામાં વરસાદી માહોલ જામશે. જેમાં…

ગુજરાત ના કેટલાક જિલ્લામાં વરસાદ ની એન્ટ્રી થઇ ગઈ હતી. પરંતુ કેટલાક જિલ્લા માં લોકો ને ગરમી નો સામનો કરવો પડતો હતો. અમદાવાદ માં બુધવારે રાત્રે વરસાદી માહોલ જામવા લાગ્યો હતો. અમદાવાદ માં ધીરે ધીરે વાદળો બંધાતા જ અમુક વિસ્તારો માં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા. અમદાવાદ વાસીઓ એ આ સાથે જ ગરમી માં રાહત નો અનુભવ કર્યો હતો.

સૌરાષ્ટ્ર ના રાજકોટ માં અને ગોંડલ માં વરસાદ ની શરૂઆત થવા લાગી છે. ગઈકાલે રાજકોટ અને રાજકોટ ના કેટલાક વિસ્તારો માં ધીમી ધારે વરસાદ વરસતા જોવા મળ્યો હતો. જેથી રાજકોટ વાસસીઓ ને ગરમી ના ઉકળાટ થી રાહત મળી હતી. રાજકોટ ના રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. દક્ષિણ ગુજરાત ના વલસાડ જિલ્લા ની વાત કરી તો વલસાડ ના આસુરા, બીલપુડી, ધરમપુર, બામટી માં વરસાદ ના પાણી ફરી વળ્યાં હતા.

તેમજ સૌરાષ્ટ્ર ના ભાવનગર, પોરબંદર, અમરેલી, રાજકોટ વગેરે જિલ્લામાં વરરસાદ ની ભારે આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલ ની વચ્ચે ગુજરાત ના હજુ 21 જિલ્લા માં વરસાદી પાણી ની ઘટ વર્તાય રર્હી છે. ગુજરાત માં ચોમાસા ની શરૂઆત થઇ ચુકી છે. એવામાં ગુજરાત ના 200 જેટલા તાલુકા એવા છે જ્યાં હજુ સુધી ખેડૂતો વાવણી કરી શક્યા નથી. ત્યાં હજુ પણ વરસાદ ની કમી નોંધાઈ રહી છે.

ગુજરાત ના જળાશયો ની વાત કરી એ તો સરદાર સરોવર માં 1,49,972 MCFT પાણી નો સંગ્રહ થયેલો છે. જે સંગ્રહ શક્તિ ના 44.89 ટકા છે. રાજ્ય ના 206 જળાશયો માં 1,88,241 MCFT પાણી નો સંગ્રહ થયેલો છે. ગુજરાત ના દક્ષિણ ની દમણગંગા નદીમાં પાણી ની આવક સારી થઇ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.