લગ્ન થી ખુશ થઇ વર-કન્યા એ સ્ટેજ પર જ ડાન્સ કરવાનું શરુ કરી દીધું. એવો ડાન્સ કર્યો કે મહેમાનો ના જીતી લીધા દિલ. જુઓ વિડીયો.

અત્યારે લગ્ન ની સીઝન ચાલતી હોય અવનવા વિડીયો વાયરલ થતા જ રહે છે. ખાસ કરીને લગ્ન માં ડાન્સ ના વિડીયો ખુબ જ વાયરલ થતા રહે છે. કોઈ લોકો ને ડાન્સ આવડે કે ના આવડે બસ જેવું ગીત વાગ્યું ને ડાન્સ કરવાનું શરુ કરી દે છે અને લગ્ન ની ભરપૂર મજા લે છે. ક્યારેક તો એવા ફની વિડીયો હોય છે કે લોકો જોઈ જોઈ ને બેવડા વળી જતા હોય છે.

એવો જ એક વર-કન્યા નો ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે. જેમાં બંને લગ્ન દરમિયાન ભરપૂર ડાન્સ કરે છે. બને ને ડાન્સ કરવાનું એવું તે ભૂત ચડ્યું કે તરત જ નાચવા લાગ્યા. વિડીયો માં જોવા મળે છે કે લગ્ન દરમિયાન જયમાલા પહેરાવવાની વિધિ ચાલતી હોય છે. વર-કન્યા એકબીજા ના ગળા માં જયમાળા પહેરાવે છે.

જેવી જ માળા પહેરાવી કે તરત જ બંને એ ડાન્સ કરવાનું શરુ કરી દીધું. તેના સગાવ્હાલા પણ તેને ડાન્સ કરતા જોઈ તે લોકો પણ ઝૂમી ઉઠ્યા. સલમાન ખાનના ગીત ‘તેનુ લેકે મેં જવાંગા’ પર એવો ડાન્સ કર્યો કે બધા જોતા જ રહી ગયા. બંને ના મોઢા પર ડાન્સ કરવાની ખુશી સ્પષ્ટ દેખાય રહી હતી. બધા લોકો સુંદર ડાન્સ નો લ્હાવો લેતા નજરે પડે છે.

આ વીડિયો tty_wedding નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘જ્યારે તમે તમારા લગ્નનો ભરપૂર આનંદ માણવા માંગો છો.’ વિડીયો જોઈ ને બધા લોકો પસંદ કરી રહ્યા છે. અને પોતે પણ જુમી રહ્યા છે. જુઓ પૂરો વિડીયો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.