વરસાદી માહોલ ની વચ્ચે હવામાન વિભાગ ની આગાહી. અમુક જિલ્લા માં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે જેમાં…

થોડા સમય થી ગુજરાત માં ગરમી નો પારો 40 ડિગ્રી ને પાર રહેતો હતો. એવામાં મોસમ વિભાગ દ્વારા વરસાદ ની આગાહીઓ કરવામાં આવતી હતી. હાલ ગુજરાત માં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે. અને ગુજરાત વાસીઓ ને વરસાદ થવાથી ગરમી માં ઘણી બધી રાહત મળી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ, મધ્ય ગુજરાત માં હજુ ઉકળાટ નું પ્રમાણ વધુ જોવા મળે છે.

હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ, હજુ આગામી ચાર દિવસ વરસાદ પડવાની સંભાવનાઓ છે. એવામાં સૌરાટ્ર ના કાશ્મીર ગણાતા એવા ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકામાં વરસાદ પડવાથી સાથે સાથે વીજળી પણ પડી હતી. વીજળી પડતા મનરેગા યોજના હેઠળ કામગીરી કરી રહેલા બે મજૂરો ના મૃત્યુ નિપજ્યા છે. મહુવા ના જાગધાર ગામે વીજળી પડવાની ઘટના સામે આવી છે.

સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા માં છેલ્લા 11 દિવસો થી વરસાદ વરસી રહ્યો છે. અને અમરેલી જિલ્લા ના નાના નાના ગામડાઓ માં અને ઘણા તાલુકા પણ વરસાદ થી પ્રભાવિત થયેલા છે. હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરતા, જણાવ્યું કે, આગામી દિવસો માં દક્ષિણ ના અમુક જિલ્લા જેમાં સુરત, ડાંગ, ભરૂચ, નવસારી માં ભારે વરસાદ ની આગાહીઓ છે.

અને સૌરાષ્ટ્ર ના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ માં પણ હવે ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના અમુક જિલ્લા જેવા કે, મહેસાણા,બનાસકાંઠા અને સાબરકાંઠા માં હળવા વરસાદ ની શક્યતાઓ સેવાય રહી છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો

Spread the love

Leave a Reply

Your email address will not be published.