દૂધ સાથે આટલી વસ્તુઓ ના સેવનથી દૂર રહે છે આ 7 રોગ જાણો ફાયદા..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં શિયાળા નો સમય ચાલી રહ્યો છે. તેવામાં આ સમય આરોગ્ય વધારવા માટે નો છે. શિયાળાના આ સમયગાળા માં અનેક પોસ્તિક વસ્તુઓ આવે છે જેના સેવનથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો પાસે કામના પ્રમાણમાં સમય ઘણો ઓછો છે તેવામાં સ્વાથ્ય માટે લોકોને સમય રહેતો નથી. આપણે અહીં એવીજ વસ્તુઓ વિશે વાત કરવાની છે કે જેના સેવન માત્રથી વ્યક્તિ અનેક રોગ માંથી દૂર રહી શકે છે
મિત્રો આપણે અહીં દૂધ સાથે અંજીર, સૂકી દ્રાક્ષ અને બદામ ના સેવનથી શરીર ને થતાં લાભ વિશે વાત કરવાની છે. મિત્રો સૌ પ્રથમ જો વાત અંજીર, સૂકી દ્રાક્ષ અને બદામ માં રહેલા પોશ્કતત્વો વિશે કરીએ તો જણાવી દઈએ કે સૂકી દ્રાક્ષ માં વિટામિન એ, બીટા કેરોટિન અને કેલ્શિયમ, પોટેશિયમ ઉપરાંત મેગ્નેશિયમ સાથો સાથ આયર્ન, ફાઇબર હોઈ છે.
જ્યારે વાત બદામ અંગે કરીએ તો તેમાં પ્રોટીન, વિટામિન ઇ અને ફાઇબરનો ઉપરાંત, ઓમેગા 3 ફેટી એસિડ્સ પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોઈ છે જ્યારે વાત અંજીર અંગે કરીએ તો તેમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ, જસત ઉપરાંત કોપર અને મેંગેનીઝ સાથો સાથ ફિગમાં વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી પણ છે.
હવે જો વાત દૂધ સાથે આ મિશ્રણ ના સેવનથી શરીર ને થતાં લાભ અંગે કરીએ તો શિયાળામાં-ઠંડા અને ઉધરસની સમસ્યા રાહત મેળવે છે. જણાવી દઈએ કે સૂકી દ્રાક્ષ ઉધરસને ઠીક કરવામાં મદદ કરે છે. જ્યારે આ મિશ્રણ રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે કે જે અનેક રોગ સામે રક્ષણ આપે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પાસે સમય ના પ્રમાણમાં કામ ઘણું વધુ જોવા મળે છે ઉપરાંત લોકો ને ઘરના પૌષ્ટિક ખોરાક કરતા બહારનો ખોરાક ખાવો પસંદ પડે છે. જેના કારણે અનેક લોકો પેટને લગતી સમસ્યાઓથી પીડાય છે. ઉપરાંત હાલમાં ઘણા લોકોને કબજીયાત ની પણ સમસ્યા રહે છે. જેમાં પણ આ મિશ્રણ મદદ કરે છે. આ મિશ્રણ પાચન ક્રિયા સારી કરે છે. અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે શરીરને હાડકાં દ્વારા જ સપોર્ટ મળે છે. વ્યક્તિ યુવાન હોઈ કે વૃદ્ધ તેના હાડકાં મજબૂત હોઈ તે ઇચ્છિત છે. પરંતુ આપણે ઘણી વખત હાડકાંને નબળા પડતાં જોયા છે માટે જો દૂધ સાથે આ મિશ્રણ નું સેવન કરવામાં આવે તો હાડકાં મજબૂત થાય છે.
જણાવી દઈએ કે દૂધ સાથે આ મિશ્રણ નું સેવન કરવાથી એનિમિયા નામની બીમારી દૂર થાય છે જો વાત એમિનિયા રોગ અંગે કરીએ તો એનિમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ. કે જેને આ મિશ્રણ દ્વારા દૂર કરી શકાય છે. આ ઉપરાંત બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ દૂધ માટે સાથે આ મિશ્રણ નું સેવન ઉપયોગી છે. ઉપરાંત હૃદય ને સ્વસ્થ રાખવા અને ત્વચા ને સારી રાખવા પણ આ મિશ્રણ ઉપયોગી છે.