India

તામિલનાડુ- મીનાક્ષી મંદિર. શું તમે જાણો છો આ મંદિર મા કોની પૂજા થાય છે? આ મંદિર કેટલા વર્ષો જૂનું છે? શું છે મંદિર નો ઇતિહાસ?

Spread the love

ભારત દેશ અતિપ્રાચીન કાલથી વિવિધ સંસ્કૃતિઓ નો દેશ રહ્યો છે. ભારત માં બધા જ રાજ્યો મા અતિ પૌરાણિક મંદિરો આવેલા છે જે મંદિરો નું કોતરણી કામ જોઈ ને સૌ કોઈ સ્તબ્દ્ધ રહી જાય છે. ખાસ તો દક્ષિણ ભારત મા ખુબ જ અતિપ્રાચીન મંદિર આવેલા છે. બધા મંદિરો ની સાથે કોઈને કોઈ પૌરાણિક કથાઓ જોડાયેલી જ હોય છે. એવું જ દક્ષિણ ભારત મા આવેલું મંદીર જે ભક્તો માટે ફરીથી ખોલવાંમાં આવી રહ્યું છે.

તામિલનાડુ મા આવેલું મીનાક્ષી મંદિર અતિપ્રચીન મંદિરોમાંનું એક છે જે કોરોના મહામારીને કારણે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું જેને ફરીથી ભકતો માટે ખોલવામાં આવશે. મીનાક્ષી મંદિર માં માતા મીનાક્ષી દેવી ની પૂજા કરવામાં આવે છે. મીનાક્ષી એટલે માતા પાર્વતી નો અવતાર. આ મંદિર વિશ્વ ની સાત અજાયબીઓ માનું એક છે. આ મંદિર સાથે શિવ અને પાર્વતી માતા ની કથા સંકળાયેલી છે. હિન્દૂ પૌરાણિકે કથા અનુસાર શિવ ભગવાન સુંદરેશ્વર ના રૂપ મા પંડ્યા રાજા મલયધ્વજ ની પુત્રી રાજકુમારી મીનાક્ષી સાથે લગ્ન કરવા માટે મદુરાઈ માં આવ્યા હતા.

કથા અનુસાર પંડ્યા રાજા મલયધ્વજ ની આકરી તપસ્યા ને અંતે દેવી પાર્વતી એ તેમના ઘરે તેમની પુત્રી ના રૂપ મા અવતાર લીધો હતો. ત્યારબાદ ભગવાન શિવ ત્યાં આવીને તેમની પુત્રી મીનાક્ષી સાથે પરણવા માટે નો પ્રસ્તાવ મૂકે છે. તે લગ્ન ના પ્રસ્તાવ નો સ્વીકાર કરીને માતા મીનાક્ષી ના લગ્ન ભગવાન શિવ સાથે કરાવે છે. આ રીતે માતા મીનાક્ષી ને તામિલનાડુ મા મા મીનાક્ષી અમ્મા ના રૂપ માં પૂજા કરવામાં આવે છે. મંદિર ની વાત કરી એ તો આ મંદિર 17 મી સદી નું છે મંદિર મા આઠ સ્તંભો મા લક્ષ્મીજી ની આઠ મૂર્તિઓ મુકવામાં આવેલી છે.અને ભગવાન ની કથા ત્યાં કોતરાવવામાં આવેલી છે.

મંદિર માછલી ની આંખો ના રૂપ માં સમર્પિત છે માછલી પંડયા રાજાઓ નું પ્રતીક છે. મંદિર નું ગર્ભગૃહ 3500 વર્ષ જનુ છે. આ મંદિર માં 12 ઊંચા ગોપુરમ આવેલા છે. આ મંદિર ના ઇતીહાસ નું વર્ણન તમિલ સાહિત્ય માં જોવા મળે છે. આ મંદિર કોરોના ના કારણે બંધ હોય હવે સોમવાર થી પાછું ભક્તો માટે ખોલવામાં આવી રહ્યું છે. જેના માટે મંદિર પ્રશાશન દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે પ્રમાણે મંદિર માં માસ્ક સાથે જ પ્રવેશવા દેવાંમાં આવશો અને સાથે સોસીયલ ડિસ્ટન્સ નું પાલન થવું જરૂરી છે. ભક્તો ને તાત્કાલિક દર્શન માટે 100 થી 50 રૂપિયા ની ટિકટ લઈને સાઉથ ટાવર દ્વારા પ્રવેશ મળશે બાકી ના ભક્તો ને માત્ર પૂર્વીય પ્રવેશ થી જ પ્રવેશ આપવામાં આવશો.

અને 10-વર્ષ થી ઓછી ઉમર ના બાળકો 65-વર્ષ થી મોટી ઉમર ના લોકો અને સગર્ભા મહિલા ને પ્રવેશ મળશે નહિ. મંદિર સોમવાર થી સવારે 6 વાગ્યા થી બપોરે 12:30 સુધી અને સાંજે 4 વાગ્યા થી 8 સુધી દર્શન માટે ખુલ્લું રહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *