ચમત્કારિક બનાવ ! ભગવાને યુવાન ને સ્વપ્ન માં દર્શન આપ્યા. ભગવાને જેમ કહ્યું તેમ યુવાને કર્યું ત્યારબાદ તો થયું એવું કે…વાંચો.
ભારત દેશ આસ્થા અને શ્રદ્ધાનો દેશ છે. ભારત તમામ લોકો ભગવાનમાં માનનાર લોકો છે. ભારતમાં વસતા લોકો દરેક ભગવાનના તહેવારો પણ ધૂમધામથી ઉજવતા આવ્યા છે. એમાં પણ અત્યારે ભગવાન શંકરનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. એવામાં ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ લોકો કહી રહ્યા છે કે આ ચમત્કાર છે કે પછી શ્રદ્ધા છે. અને કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા માને છે. શું છે તે કિસ્સો?
વધુ વિગતે જાણીએ તો ગુજરાતના ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકામાં રહેતા એક યુવાનને ભગવાન સપનામાં આવ્યા. અને ભગવાને કહ્યું કે એક જગ્યાએ તેને ખાડો ખોદવાથી તેને ભગવાનની પ્રતિમા મળશે. ત્યારબાદ તે યુવાને ભગવાને સપનામાં જે સ્થળ કહ્યું હતું ત્યાં ખાડો ખોદીને જોયું તો સાચે જ તેમાંથી ભગવાન શંકર, દશામાં, અને ખોડીયાર માતાની ત્રણ મૂર્તિઓ મળી આવી હતી. જાણવા મળ્યું કે આ ચમત્કારી બનાવો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દેવગામનો છે.
આ ગામમાં રહેતા દર્શન પટેલ નામના યુવાને દાવો કર્યો હતો કે ભગવાને તેને સપનામાં આવી મઢી ખાડીમાં પ્રતિમાઓ હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં ભગવાને તેને સપનામાં તે પ્રતિમા બહાર કાઢી તેને મંદિરમાં સ્થાપન કરવાનું કહ્યું હતું. આ બાદમાં દર્શન પટેલે મઢી ખાડીમાં નિશ્ચિત જગ્યાએ ખોદકામ કરતાં તેને ખોડીયારમાં, દશામાં, અને ભગવાન શિવની પ્રતિમા મળી આવી હતી. આ ચમત્કારી બનાવ આજુબાજુના ગામ વાળા લોકોને પણ સાંભળવા મળતા લોકો ભગવાનના દર્શને મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતા. અને દેવી દેવતાઓની મૂર્તિઓનું પૂજા અર્ચના અને વિધિ કરીને તેને વિધિવત રીતે મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.
દર્શન પટેલે જણાવ્યું હતું કે આ અગાઉ કાલભૈરવ ભગવાને તેને સ્વપ્નમાં આવ્યા હતા. ભગવાને પણ એવું કહ્યું હતું કે એક જગ્યાએ ખોદકામ કરતાં તેને તે મૂર્તિ મળી આવશે. અને થયું પણ એવું જ કાલભૈરવ દાદા ની પ્રતિમા તેને મળી આવી હતી. ત્યારબાદ નર્મદા નદીના જળના અભિષેક કરી મહાકાળી માતાના મંદિરમાં સ્થાપિત કરી હતી. આમ આ ચમત્કારી બનાવને લઈને આખા ગામમાં શ્રદ્ધા અને આસ્થાનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા આવ્યા હતા. ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવા લાગ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!