ચમત્કારી બચાવ ! શું નવ વર્ષ ના નેત્ર ને પુલ તૂટવાની ભનક લાગી ગઈ હશે? પરિવાર સાથે અડધો પુલ પસાર કર્યો ત્યાં થયું એવું કે,
રવિવારના રોજ ગુજરાતના મોરબી જિલ્લામાં દુઃખદ દુર્ઘટના બની હતી. મોરબી જિલ્લામાં આવેલો ઝુલતો પુલ અચાનક તૂટી પડતા 150 થી પણ વધુ લોકો મોતને ભેટયા હતા. તો 30 થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. મોરબી સિવિલ હોસ્પિટલમાં લાશો નો ઢગલો થઈ ચૂક્યો હતો. તો અનેક પરિવારના સભ્યો મોતને ભેટતા આંખો પરિવાર તબાહ થઈ ગયો હતો. પરંતુ રાજુલા શહેરના દુર્લભનગરમાં રહેતા મહેતા પરિવાર પોતાના સગાને ત્યાં મોરબી ગયો હતો.
અને તે જુલતા પુલ ઉપર રવિવારની મજા માણી રહ્યા હતા. પરંતુ મહેતા પરિવારના નસીબ એવા સારા કે તે બહાર નીકળ્યા અને 15 મિનિટમાં જુલતો પુલ તૂટી પડ્યો હતો. આખી ઘટના વિગતે વાત કરીએ તો રાજુલા શહેરના દોલક નગરમાં રહેતા ભાનુભાઈ મહેતાનો પરિવાર તેમના સગાને ત્યાં મોરબી ગયો હતો જેમાં ભાનુભાઈ મહેતા, સાગરભાઇ મહેતા, કોમલબેન અને તેમના નવ વર્ષનો પુત્ર નેત્ર રવિવારે સાંજના રોજ ઝૂલતા પુલ ઉપર ગયા હતા.
પરંતુ પરિવાર ના સભ્યો જણાવે છે કે જ્યારે તે લોકો ઝૂલતા પુલ ઉપર ગયા ત્યારે હજુ અડધી સુધી જ પહોંચ્યા હતા ત્યાં તેના નવ વર્ષના પુત્ર ને બીક લાગવા લાગી હતી અને તે બહાર આવવાની વાત કહેતો હતો. પુત્રને બીક લાગવાને કારણે તે લોકોએ પૂલ ઉપર ઉભા રહીને સેલ્ફી પાડી અને અડધીથી જ પાછા વળી ગયા હતા અને તે લોકો પોતાની ગાડીમાં પાછા જતા હતા.
એવામાં 15 મિનિટ બાદ પૂલ તૂટિયાના સમાચાર સામે આવી રહ્યા હતા. પરંતુ આ લોકોના નસીબ એવા જોર કરી ગયા કે તે લોકો પુલ ઉપરથી બહાર આવ્યા અને ત્યારબાદ જ પૂલ ધડામ કરતો તૂટી પડ્યો હતો. આજે તે લોકો હેમખેમ બચી ગયા હતા. પુલ ઉપર પાડેલો ફોટો તે લોકોએ શેર કરતાં તેના સગા વહાલા પણ ચિંતામાં મુકાયા હતા અને તે લોકોને ફોન ઉપર ફોન આવી રહ્યા હતા. આ બાબતે આખી વાત સાગરભાઇ મહેતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવી હતી. આમ આવા અનેક પરિવારના લોકો આ દુર્ઘટનામાં વેર વિખેર થયાના સમાચાર સામે આવી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!