Gujarat

મોરબી પુલ દુર્ઘટનાને લઈને મોરારી બાપુએ આપેલ નિવેદન સામે લોકો રોશે ભરાતા મોરારી બાપુએ કરી ચોખવટ!! કહ્યું કે…

Spread the love

હાલમાં જ મોરારીબાપુએ મોરબી પુલ દુર્ઘટનાને લઈને એવુ નિવેદન આપ્યું કે સૌ કોઈ ગુસ્સેથી લાલઘુમ!!! દુર્ઘટનાના આરોપીઓની તરફેણ કરી હતી જેથી આ કારણેમોરારી બાપુએ આપેલ નિવેદન સામે લોકો રોશે ભરાતા મોરારી બાપુએ કરી ચોખવટ! ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આ વિવાદના કારણે મોરારી બાપુએ શું કહ્યું.

આપણે જાણીએ છે કે મોરારી બાપુ અનેકવાર વિવાદ થી ઘેરાયેલ રહે છે, ત્યારે હાલમાં જ રામકથા દરમિયાન તેમણે કહ્યું કે, આરોપીના બાળકો સારી રીતે દિવાળી ઉજવે તેવું કંઇક થાય તેવું ઇચ્છીએ.આ કારણે લોકો રોષે ભરાયા હતા કે બાપુએ આરોપી જયસુખ પટેલ અને સાગરિતોને બચાવવાનો પરોક્ષ રીતે પ્રયાસ થઇ રહ્યો છે.

આ નિવેદનને લઈને અનેક લોકોએ રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયામાં આ નિવેદનને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. મોરારી બાપુ એ આ નિવેદનને લઈને જણાવેલ કે મોરારી બાપુએ જેલમાં રહેલા લોકોને મુક્ત કરવા માટે વિનંતી કરી જ નથી.

તેમમે જે વાત કરી તે પુલમાં મૃતક પામેલ પરિવારજનોની લાગણી માત્ર વ્યક્ત કરી હતી કારણ કે રામકથા લોકોનું હૃદય પરિવર્તન કરે છે. મોરારી બાપુ એ જણાવેલ કે અમે લોકોની લાગણી વ્યક્ત કરીએ છે. અમે કોઇને છોડાવવા માટેની કે કોઇની ભલામણ કરી નથી.

મોરારી બાપુએ જે પણ વાત કરી હતી તે તમામ વાત પીડિત પરિવારે કરી હતી. મોરારિબાપુએ ફક્ત વ્યાસપીઠ પરથી તે પરિવારજનોની લાગણી જ વ્યક્ત કરી હતી. આપણે જાણીએ છે કે આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવેલ ત્યારે આ બનાવ હાલમાં આ નિવેદનને લઈને ફરી ચર્ચામાં આવેલ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *