Gujarat

મોરબી- ચાર દિવસ વીત્યા છતાં રેસ્ક્યુ ઓપેરેશન થંભ્યું નથી રાત-દિવસ જવાનો ખૂંદી રહ્યા છે મરછુ ના પાણી જુઓ કરુણ દ્રશ્યો.

Spread the love

ગત રવિવારના રોજ ગુજરાતના મોરબી જિલ્લામાં જે દુઃખદ દુર્ઘટના બની તેને લઈને આના પડઘા આખા ભારતમાં પડ્યા હતા. ઠેર ઠેર લોકો શોકમાં આવી ગયા હતા. ખુદ નરેન્દ્ર ભાઈ મોદીને દુર્ઘટના ગ્રસ્ત સ્થળની મુલાકાત લેવી પડી હતી. આ ઘટનામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને ખડે પગે કરી દેવામાં આવી છે. રવિવારની સાંજે જે ઘટના બની તે ઘટનાને ચાર દિવસ વીત્યા છતાં પણ હજુ એન ડી આર એફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

રાત અને દિવસ જોયા વગર સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેના દ્વારા રાતના અંધારામાં લાઈટો ગોઠવીને સતતને સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રાહત અને બચાવવા ની કામગીરીમાં સેનાના જવાનો પણ ભાગ ભજવતા જોવા મળે છે અને ત્રણેય સેનાના જવાનો આ ઓપરેશનમાં આવી ગયેલા છે.

ઓપરેશનની વાત કરવામાં આવે તો આમાં છ બોર્ડ દ્વારા રેસ્ક્યુ ની કામગીરી ચલાવવામાં આવી રહી છે. જ્યારે અન્ય ચાર બોટને રિઝર્વ માં રાખવામાં આવેલી છે. હજુ પણ ગુમ થયા લોકોની યાદી ખૂબ જ લાંબી છે જેને શોધવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવ્યો હતો.

જેમાં સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભા સહિતની કચેરીઓ પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીયે ફરકાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ સુરત, રાજકોટમાં કોર્પોરેશન, જિલ્લા પંચાયત સહિત અનેક એવી સરકારી જગ્યાઓ પર પણ રાષ્ટ્રધ્વજને અડધી કાઠીયે ફરકાવવામાં આવ્યો હતો. તો મોરબી શહેરમાં લોકોએ સ્વયં ભૂ દુકાનો બંધ રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાજકોટમાં રાજકોટ બાર એસોસિયેશન દ્વારા મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આમ અલગ અલગ રીતે લોકોએ મૃત્યુ પામેલા લોકોની યાદમાં શ્રદ્ધાંજલિ રાખી હતી અને નદીનો કાંઠો સેનાના જવાનો અને એનડીઆરએફ અને એસડી આરએફની ટીમો ખૂદતા જોવા મળે છે. જેના અનેક દ્રશ્યો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *