મોરબી- શું શ્રમિકો ની અટકાયત થી મેળવવામાં આવે છે સંતોષ? શા માટે ન કરાયું ટેસ્ટિંગ? ક્યારે પકડાશે મોટા માથાઓ?
ગત રવિવારના રોજ મોરબીમાં જે દુઃખદ ઘટના બની તેને લઈને લોકોમાં ખૂબ જ રોશની લાગણી છવાયેલી જોવા મળે છે. કારણ કે આ બાબતે એફ.આઇ.આર માં ના તો કોઈ નગરપાલિકાના અધિકારીઓના નામ છે નાતો પુલનું સંચાલન કરનાર ઓરેવા ગ્રુપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે જે એફઆઇઆર નોંધી તેના આધારે તેને સાત થી આઠ લોકોને અટકાયત કરેલી છે. જે અટકાયત કરવામાં આવી તેમાં પુલની ટિકિટ વેચનાર, ત્યાં કામ કરતા શ્રમિકો સામે પોલીસે કાર્યવાહી કરી છે.
પરંતુ શા માટે હજુ સુધી મોટા માથાઓને પકડવામાં આવ્યા નથી. તે વિપક્ષ હજુ પણ સવાલ કરી રહી છે. જાણવા મળ્યું કે જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા ડીવાય એસપીને ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન કાપી નાખ્યો હતો અને ત્યારબાદ ફરી સંપર્ક કરતા ડીએસપી એ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે હજુ તપાસ ચાલુ છે એટલે સત્તાવાર કહી કહી શકાય નહીં. જાણવા મળ્યું કે સાત મહિના માટે આ બ્રિજને રેનોવેશન માટે બંધ રાખવામાં આવ્યો હતો.
તો શા માટે તેને ખોલવામાં આવ્યો અને પુલના રિનોવેશન ની જવાબદારી ઓરેવા કંપનીને સોંપાય હતી જેના માટે બે કરોડ રૂપિયાનો ખર્ચ પણ થયો હતો. દિવાળીની રજાઓમાં કમાઈ લેવાની લાલચને લઈને પુલ ખોલી નાખવામાં આવ્યો હતો. અગાઉ તેના ફિટનેસનો સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું ન હતું અને તેના ઉપર વજનનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું ન હતું.
આ બાબતે ઓરેવા ગ્રુપ કંપની અને સરકાર આંખ આડા કાન કરી રહી હોય તેવું જણાય રહ્યું છે. માત્ર નાના લોકોને પકડીને લોકોને સંતોષ મળે તેવું કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે એફઆઇઆર માં ના તો ઓરેવા ગ્રુપ નું નામ પણ નોંધવામાં આવ્યું નથી. જાણવા મળ્યું કે આ ઘટનામાં નવ આરોપીઓને પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં ચાર આરોપીઓના શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.
આ મામલે સરકારી વકીલ પંચાલે જણાવ્યું કે આ તપાસમાં બહાર આવ્યો કે પુલના કેબલ બદલાવામાં આવ્યા નથી, માત્ર ફ્લોરિંગ જ બદલાવવામાં આવેલું છે અને ફ્લોરિંગ પણ એલ્યુમિનિયમનું છે. એટલે એલ્યુમિનિયમનું હોવાના કારણે આટલા વજન સાથે તો કેબલ તૂટી જાય એ સ્વાભાવિક છે. પોલીસ દ્વારા મુખ્ય આઠ મુદા પર રિમાન્ડ માંગવામાં આવેલા છે.
તો ઓરેવા ગ્રુપ કંપનીના મેનેજરને પૂલના રીનોવેશન અને મેન્ટેનન્સ ની જવાબદારી સોંપવામાં આવી હતી અને જો કામ થયું હોય તો શા માટે તેના ઉપર કોઈ ચેકિંગ કરવામાં આવ્યું ન હતું અને જો કામ થયું ના હોય તો શા માટે તેને ખોલવાની મંજૂરી આપવામાં આવી. આમ અનેક સવાલોથી આજે તંત્ર ઘેરાયેલું જોવા મળે છે અને તંત્ર આ બાબતે ચુપ્પી સાધતી જોવા મળે છે. આ દુર્ઘટનામાં 135 લોકો મોતને ભેટીયા એના જવાબદાર કોણ આવી અનેક બાબતોથી હજુ તંત્ર ઘેરાયેલું જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!