ગુજરાતમાં આવેલા મોરબી જિલ્લામાં રવિવાર સાંજના રોજ એક દુઃખદ દૂર ઘટના બની હતી. જેમાં મોરબીમાં આવેલો ઝુલતો પુલ અચાનક તૂટી પડતા તેમાં 150 થી પણ વધુ લોકોના મોત ને ભેટ્યા હતા. આ ઘટના બાદ આ ઘટનાના પડઘા આખા ભારતમાં પણ પડ્યા હતા. ખુદ નરેન્દ્ર ભાઈ મોદીને ગઈકાલે ગુજરાતના મોરબી જિલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવી પડી હતી.
આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મોરબીમાં જે જગ્યા પર આ દુર્ઘટના બની હતી તે જગ્યાની મુલાકાત લીધી. ત્યારબાદ તે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે મુલાકાત કરી હતી અને દર્દીઓને સાંત્વના પાઠવી હતી અને તમામ મદદની મળે તે વાત કહી હતી. સાથોસાથ નરેન્દ્ર ભાઈ મોદી આવતા જ તેને મોરબીમાં એસપી કચેરી ખાતે બેઠક કરી હતી જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના મોટા મોટા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી તરફ જાણવા મળ્યું કે આ ઘટના બાદ ૮ થી ૯ લોકો ની અટકાયત કરવામાં આવેલી છે. પરંતુ ખાસ વાત એ જાણવા મળી કે આ પૂલની કામગીરી જે કંપનીને સોંપવામાં આવી હતી તેના કોઈ અધિકારી ના નામોનો ઉલ્લેખ કે તેની અટકાયત હજુ સુધી પણ કરવામાં આવેલી નથી. આમ આ ઘટના બાદ અનેક લોકો મોતને ભેટીયા હતા. આ ઘટના સમયે લગભગ 500 જેટલા લોકો તે પુલ ઉપર રહ્યા હતા અને ત્યારબાદ આ ઘટના બની હતી.
લોકોનું કહેવું છે કે એક સાથે 500 લોકોને શા માટે પુલ ઉપર જવા દેવામાં આવ્યા. તો બીજી તરફ નરેન્દ્ર ભાઈ મોદી મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવવાના લીધે મોરબીની સિવિલ હોસ્પિટલમાં રાતોરાત રીનોવેશનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આમ એક બાજુ રાજકારણનો પડઘો પણ આમાં સંભળાઈ રહ્યો છે તો એક બાજુ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!