ગુજરાતમાં રવિવારના રોજ એક દુઃખદ દુર્ઘટના બની હતી. જેમાં મોરબી જિલ્લામાં આવેલા ઝૂલતા પુલમાં અચાનક એવી ઘટના બની કે પુલના વચ્ચેથી બે ભાગ થઈ ગયા હતા અને તેના પર ઊભેલા 400 લોકો અચાનક મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જાણવા મળ્યું કે આ પુલ ઉદઘાટન થોડા દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું એમાં અકાળે આવી દુર્ઘટના બનતા 100 થી પણ વધુ લોકો મોત ને ભેટિયા છે અને જેમાં 30 થી પણ વધારે બાળકોનો સમાવેશ થાય છે.
જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આજુબાજુના જિલ્લાઓમાંથી પણ એનડીઆરએફ અસડીઆરએફ ની ટીમને બોલાવવામાં આવી હતી અને તમામ લોકોને કામે લગાડવામાં આવ્યા હતા. જાણવા મળ્યું કે આ દુર્ઘટના બન્યા બાદ સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે લાઈન લાગી ગઈ હતી અને સ્મશાનમાં ખાટલા પણ ખૂટી રહ્યા હતા. તો એક બાજુ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો ની સારવાર માટે નવા વોર્ડ ઉભા કરવા ની તાત્કાલિક જરૂર ઊભી થઈ હતી.
આ અકસ્માતમાં હિન્દુ સમાજની સાથે મુસ્લિમ સમાજના અનેક લોકો પણ તે પુલ ઉપર રવિવારની મજા માણી રહ્યા હતા. જેમાં મુસ્લિમ સમાજના લોકો પણ મોતને ભેટ્યા હતા. જાણવા મળ્યું કે જ્યારે આ બાબતની જાણ મુસ્લિમ સમાજના લોકોને થઈ ત્યારે રાત્રિના સમયે જ 150 લોકોની ટીમ એક સાથે 36 કબર ખોદવાની શરૂઆત કબ્રસ્તાનમાં કરી દીધી હતી અને જેના લીધે કોઈને મોટી તકલીફ ના પડે તે તાત્કાલિક પગલું ભર્યું હતું.
જાણવા મળ્યું કે મોરબી ની આ ઘટનામાં મોરબી શહેરના ઝવેરી શેરી વિસ્તારમાં રહેતા શાહમદાર પરિવારના સાત સભ્યોના દુઃખદ અવસાન થયા હતા. જેમાં આઠ સભ્યો એક સાથે ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા. તેમાંથી માત્ર એક મહિલા જ જીવિત બચી હતી. જ્યારે એક જ પરિવારના સાત સભ્યો મોત ને ભેટ્યા હતા. તો બીજી તરફ હિંદુ પરિવારના બે બાળકો જેમાં મિતરાજસિંહ અરવિંદસિંહ જાડેજા ઉંમર 10 વર્ષ અને રવિરાજસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા ઉંમર 11 વર્ષ બંનેના અંતિમ સંસ્કાર પણ એક સાથે કરવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!