ગત રવિવારના રોજ મોરબીમાં દુઃખદ દુર્ઘટના બની હતી. મોરબીમાં આવેલો ઝૂલતો પુલ તૂટવાના લીધે અનેક પરિવાર તબાહ થઈ ચૂક્યા હતા. જયારે પૂ લ તૂટ્યો કે તેના પર રહેલા 400 થી પણ વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા અને લોકો મચ્છુ નદીમાંથી બહાર નીકળવા માટે તડફળીયા મારી રહ્યા હતા. જેમાં એક મોટી ઉંમરના બા તેની દીકરી અને દોહિત્રા સાથે પૂલ ઉપર હતા.
એ સમય પુલ તૂટી પડ્યો હતો. પરંતુ આ મોટી ઉંમરના બા ને તરતા આવડતું હોય તેને તેની સાથે ત્રણ બાળકોના જીવ બચાવ્યા હતા. આ બા નું નામ જયાબેન પ્રભુભાઈ જાણવા મળ્યું હતું કે જેના પુત્ર વિક્રમભાઈ એ વાત કરી હતી તેને કહ્યું કે મારી મા મારી બહેન કે જે 19 વર્ષની હતી તેની સાથે આ પૂલ ઉપર ગયા હતા.
બહેનના બે નાના બાળકો પણ તેની સાથે હતા જેવો આ પુલ પડ્યો કે આ લોકો અંદર પડ્યા પરંતુ તેના માતાને તરતા આવડતું હોય તે અંદર પડતાની સાથે જ પોતાની સાડી કાઢી અને સાડી ની અંદર ત્રણ બાળકોને વીંટીને બહાર લઈ આવ્યા હતા પરંતુ આ માતા તેની પુત્રીને બચાવી ન શક્યા. આ બા તો સાંજના સાડા સાત વાગે જ તરીને બહાર આવી ગયા હતા અને તેની સાથે ત્રણ નાના બાળકોના પણ જીવ બચાવી લીધા હતા.
પરંતુ તેમના દીકરીની લાશ રાત્રે 12 કલાકે મળી હતી. આમ આ જયા બહેન નામના મહિલાની હિંમતને ખરેખર સલામ છે. અનેક લોકોએ પોતાના જીવન ની પરવા કર્યા વગર મચ્છુ નદીમાં કૂદી પડ્યા હતા અને અનેક લોકોને જીવ બચાવી લીધા હતા. દુર્ઘટના બનતા આખા ભારતમાં આ વાત ફેલાઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!