ગત રવિવારના રોજ મોરબીમાં જે દુઃખદ ઘટના બની હતી. તે ઘટનાને લઈને અનેક લોકો મોતને ભેટયા હતા. સરકારી આંકડા મુજબ 140 જેટલા લોકો મોતને ભેટીયા હતા. આ ઘટના બાદ અનેક લોકો સ્વેરછાએ પોતાની આ ઘટનામાં ઇજાગ્રસ્તો ને સારવાર માટે દોડી આવ્યા હતા અને લોકોની મદદ કરી રહ્યા હતા. જેમાના એક વ્યક્તિ લલન ટોપ કે જેઓને આ ઘટનાની માહિતી મળતા તેઓ રાત્રિના 11:00 વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી ઘટના સ્થળે હાજર રહ્યા.
અને લોકોની સેવા કરી હતી. તેને આખેઆખું રેસ્ક્યુ જોયું હતું. લલન ટોપ કે જેવો કેટરર્સ નું કામ કરે છે. તેઓએ આ ઓપરેશન દરમિયાન ત્યાં ચા કોફી, સૂકો નાસ્તો અને ખાવા પીવાની તમામ વસ્તુઓની સુવિધા કરી દીધી હતી. તેઓએ જણાવ્યું કે મોરબીના આરીફ નામના વ્યક્તિ કે જેવો મોરબીના રહેવાસી છે.
તેને જણાવ્યું કે આરીફ ભાઈ નામના વ્યક્તિએ 25 લોકોને બહાર નીકળ્યા હતા. જેમાંથી 17 લોકો મોતને ભેટીયા હતા. જ્યારે અન્ય લોકો ને આરીફ ભાઈ એ બચાવી લીધા હતા. મોરબીમાં બીજા દિવસે લોકોએ સ્વેચ્છાએ દુકાનો બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. લલન ટોપ નામના વ્યક્તિએ કહ્યું કે તેમની દીકરી પણ તેમના તેમને કહી રહી હતી કે આપણે પણ ઝુલતા પુલ ઉપર જવું છે.
જો તે તેની દીકરી ની વાત માનીને રવિવારના રોજ ઝૂલતા પુલ ઉપર ગયા હોત તો તે પણ મોતને ભેટીયા હોત. પરંતુ તેના નસીબ એવા કે તેણે તેને દીકરીને ના પાડી દીધી કારણ કે તેને થોડું કામ હોવાને લીધે તે ના ગયા ઝુલતા પુલ ઉપર. આમ સદનસીબે આ વ્યક્તિ પણ બચી ગયા હતા. પરંતુ અનેક લોકોના પરિવારો વિખુટા પડી ગયા હતા. કોઈના માતા, તો કોઈના પિતા તો કોઈના બાળકો આ દુર્ઘટનામાં ભોગ બન્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!