સોશિયલ મીડિયા ની દુનિયા એવી દુનિયા છે કે જેના થકી આપણે દેશ વિદેશ ના અનેક સમાચારો વિડિયો નિહાળી શકિએ છીએ. રોજે રોજ સોશિયલ મીડિયા ના મારફતે ઢગલા બંધ વીડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક જંગલી પશુ પ્રાણી ના એવા એવા ભયંકર વિડિયો વાયરલ થતા હોય કે જેને જોઈને લોકોનું હૃદય પણ કંપ ઉઠતું હોય છે. ક્યારેક જંગલના પ્રાણીઓ રસ્તા ઉપર આવી ચડતા હોય છે અને કેટલાક લોકોને નુકસાન પણ પહોંચાડતા હોય છે.
એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. જેને જોઈને લોકો ખૂબ જ લાઈક કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક વ્યક્તિની પાછળ પાછળ સિંહ પડેલો હોય છે. વ્યક્તિ જીવ બચાવવા માટે બધી જ બાજુએ દોડતો હોય છે. એવામાં વ્યક્તિની નજર એક વૃક્ષ ઉપર પડે છે તો વ્યક્તિ તે વૃક્ષ ઉપર મારામ માર ચડી જાય છે. પરંતુ જંગલ નો રાજા સિંહ વૃક્ષ પર પણ વ્યક્તિને પકડવા જાય છે.
અને અંતે બને છે એવું કે વ્યક્તિ વૃક્ષની ઉપર ટોચ સુધી પહોંચી જાય છે. પરંતુ જંગલનો રાજા અડધે સુધી પહોંચી શકે છે અને પાછળ આવતા સિંહને જોઈને તે વ્યક્તિ વૃક્ષ ઉપરથી પોતાના પગ વડે સિંહને લાતો મારીને તેને નીચે ધકેલવાનો પ્રયત્ન કરે છે. આ વિડીયો ખરેખર ડરામણો વિડિયો છે. અત્યાર સુધીમાં લોકોએ સૌથી વધુ વાર જોયેલો આ વિડિયો છે જેના પર વિશ્વાસ કરવો પણ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે.
જેને અત્યાર સુધીમાં લોકો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આપણા ભારતમાંથી પણ આવા અનેક વિડીયો સામે આવતા હોય છે. જેમાં અનેક રસ્તાઓ એવા હોય છે કે જે જંગલની બાજુમાંથી પસાર થતા હોય છે. રસ્તા ઉપર ક્યારેક જંગલી પ્રાણીઓ આવી જતા લોકોને કલાકો સુધી રસ્તા ઉપર ઊભું રહેવું પડે છે. કારણ કે રસ્તા ની વચ્ચે ક્યારેક જંગલઈ પશુ પ્રાણીઓના ટોળાઓ આરામ ફરમાવતા હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!