તકનો લાભ ખુબ સરસ મોટિવેશન વાર્તા બે મિનિટનો સમય કાઢીને જરૂર વાંચજો

તક નો લાભ એક રાજા નિઃસંતાન હતા , તેમણે ઉતરાધિકારી તરીકે રાજ નિમવા માટે તેમના રાજ્યમાં બહોળી પ્રસિધ્ધી કરાવી અને ચોકકસ દિવસ અને સમયે કસોટી યોજી . રોજા માટે એકત્રિત થયેલ સૌને કસોટીના નિયમો જણાવવામાં આવ્યા , કે દરબારગઢમાં દરવાજા નંબર ૧ માંથી સામે દરવાજ નં.ર નું અંતર જે લગભગ ૩ કી.મી. હતું , તે જે સૌ પ્રથમ પસાર કરે તેને રાજા નિમવામાં આવશે .

સૌને આ શરત બહુ જ સામાન્ય લાગી અને  તમામને થયું કે ચાલો આપણે તો ખુબજ સહેલાઈ થી પાસ થઈ રાજા બની શકીશું ચોકકસ સમયે ‘બેલ વગાડવા માં આવ્યો અને સૌને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યા . સૌ ઉત્સાહ માં નિરાંતે આમતેમ રાજમહેલ જોતા આગળ વધવા લાગ્યાં , આગળ રસ્તામાં એક બોર્ડ આવ્યું , તેમાં લખાણ હતું , જરા આ બાજુ તો જુઓ જયાં આગળ વિવિધ જાતના ભાવતા ભોજનો પંજાબી ચાઈનીઝ , સાઉથ ઈનડીયન , પીઝા વગેરે હતા , અને કાઉન્ટર પર લખેલ હતું આજે જે જમવું હોય તે પેટભરી ને જમો – તદન મફત થોડા સ્વાદ શોખિનો જમવા રોકાઈ ગયા .

બાકીના આગળ વધ્યા . તો થોડે દુર ફરી મોટું બોર્ડ આવ્યું ‘ આ બાજુ પણ નજર કરો ” જયાં વિવિધ જાતના કપડા , ઘરેણાંનો ઢગલો હતો અને લખેલ કે આજે જે જોઈએ તે તદ્ન ફ્રી છે . થોડા તેમાં લાભ  લલચાયા અને ત્યાં વિવિધ પોષાકો , ઘરેણી પહેરવા લાગ્યા . થોડા આગળ જે વધ્યા તેમણે આગળ ફરી એક મોટું સ્કીન જેવું જેની બાજુમાં મોટા – મોટા એક્ટરો – એકટ્રસ ડાન્સ કરતા જોયા . ત્યાં લખેલ કે આવો આજે આ મહાન એકટરો – એકટ્રસ સાથે મફતમાં ડાન્સ કરવાનો લ્હાવો માણો . ઘણા શોખિનો ત્યાં રોકાઈ ગયા . ત્યારબાદ આગળ રસ્તે જતાં ખુબ સરસ સ્વીમીંગ પૂલ કે જેમાં સુગંધી દ્રવ્ય યુક્ત પાણી ભરેલ હતું , ફુવારા હતા ત્યાં મફતમાં ન્હાવા તથા જેવા થોડા રોકાયા . છેલ્લે એક વ્યક્તિ દરવાન નં ૨ માંથી બહાર નીકળી , જ્યાં રાજા અને તેના મંત્રીમંડળે તેનું સ્વાગત કર્યુ અને તેને રાજતિલક કર્યુ . ત્યારે રાજાએ તે વ્યક્તિ ને પૂછયું કે , તને રસ્તામાં આ જાહેરાતોના બોર્ડો ન દેખાયા ? તો તેણે જવાબ આપ્યો કે હા દેખાણા .

બીજો પ્રશ્ન રાજાએ કર્યો , કે તો તું ત્યાં ક્યાંય કેમ ન ગયો ? તેણે જવાબ આપ્યો આ તમામ તો આજે એક દિવસ પુરતું જ મફત છે , જો હું રાજા બનીશ તો મારા માટે તે કાયમી બની જશે ” ( વિધાર્થી મિત્રો , તમારી બુધ્ધિશક્તિ જોતા વાર્તાની શીખ વિગતવાર લખવાની જરૂર જણાતી નથી )

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *