India

મુકેશ અંબાણી એ તેના રાઈટ હેન્ડ વ્યક્તિ ને આપ્યું 22-માળ નું 1500-કરોડ નું ઘર જાણો કોણ છે નસીબદાર વ્યક્તિ?

Spread the love

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પોતાની લક્ઝરીયસ લાઈફને લઈને ચર્ચા નો વિષય હોય છે. મુકેશ અંબાણી તેના પરિવારો અને કર્મચારીઓ પ્રત્યે ખૂબ જ કોમળ મન ધરાવતા હોય છે. મુકેશ અંબાણીનો પરિવાર આજે ખૂબ જ આલીશાન રીતે જીવન જીવે છે. તો મુકેશ અંબાણી નું ઘર એન્ટિલિયામાં કામ કરતા 600 થી પણ વધારે કર્મચારીઓના દીકરાઓ વિદેશમાં અભ્યાસ કરે છે.

જાણવા મળ્યું કે મુકેશ અંબાણીના ખૂબ જ એક નજીકના વ્યક્તિને મુકેશ અંબાણીએ તેની મહેનતનું પરિણામ આપ્યું છે અને આ નજીકના વ્યક્તિને મુકેશ અંબાણીએ મુંબઈના એક ધનિક વિસ્તારમાં 22 માળ નું લક્ઝરીયસ બિલ્ડીંગ ગિફ્ટ કરી દીધું છે. આ વ્યક્તિની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીએ જે વ્યક્તિને ગિફ્ટ કરી છે તેનું નામ મનોજ મોદી છે. આ મનોજ મોદીની વાત કરવામાં આવે તો મનોજ મોદીએ અંબાણી પરિવારના ખૂબ જ નજીકના વ્યક્તિ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના બોર્ડમાં પણ મનોજ મોદીનું સ્થાન રહેલું છે. મનોજ મોદીએ મુકેશ અંબાણીના કોલેજના મિત્ર છે. jio ને લોન્ચ કરવામાં મનોજ મોદીનો ફાળો સૌથી મહત્વનો રહેલો છે. મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ તરીકે ઓળખાતા મનોજ મોદીને મુકેશ અંબાણીએ 22 માળનું બિલ્ડીંગ ગિફ્ટ કરી દીધું છે. આ 22 માળનું બિલ્ડીંગ મુંબઈના સૌથી મોંઘા વિસ્તારના માં આવેલું છે જેનું નામ વૃંદાવન છે.

આ ઘરની વાત કરવામાં આવે તો આ ઘરની કિંમત 1500 કરોડ આંકવામાં આવેલી છે. આ વૃંદાવન નામના ઘરમાં દરેક માળમાં 8,000 સ્ક્વેર ફૂટનો વિસ્તાર કવર કરવામાં આવેલો છે અને અંદાજે આખી ઈમારત 1.7 લાખ સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવેલી છે. આ ઇમારતમાં અગાસી પર સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવેલો છે અને બિલ્ડીંગ માં 19 માં અને 21 માં માળે પેન્ટ હાઉસ છે.

તો 16 માં અને 17 માં માળે મનોજ મોદીનો પરિવાર રહે છે. જાણવા મળ્યું કે 11 માં 12 માં અને 13 માં માળે મનોજ મોદીની નાની દીકરી ભક્તિ મોદી રહેશે. 15 માં માળે એક ઇનહાઉસ મેડિકલ અને આઈ સી યુ સેટ અપ અને પૂજા નો રૂમ પણ બનાવવામાં આવેલો છે. આમ આ બિલ્ડીંગમાં તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેના દેખરેખ માટે 175 લોકોનો સ્ટાફ ખડે પગે રાખવામાં આવેલો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *