India

મુકેશ અંબાણી તેની પુત્રી ઈશા અંબાણી ને ટૂંક જ સમય માં સોંપી શકે છે મોટી જવાબદારી. ઈશા અંબાણી હવે…

Spread the love

ભારત ના સૌથી પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી એ હાલ માં જ તેના પુત્ર આકાશ અંબાણી ને રિલાયન્સ ની જવાબદારી સોંપી છે. મુકેશ અંબાણી હવે તેની જવાબદારી નવી પેઢી ના હાથ માં સોંપવામાં વ્યસ્ત છે. પુત્ર આકાશ અંબાણી ને રિલાયન્સ જીઓ ની જવાબદારી સોંપ્યા બાદ હવે મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી અલગ લેવલ ઉપર થોડા સમય માં જોવા મળી શકે છે.

રિલાયન્સ ની કમાન પુત્ર આકાશ અંબાણી ને સોંપ્યા બાદ, હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિ ના ઉત્તરાધિકારી ને નીમવા માટે મુકેશ અંબાણી વિચારી રહ્યા છે. લગભગ 20-વર્ષ સુધી રિલાયન્સ ની જવાબદારી પોતે સંભાળ્યા બાદ, હવે રિલાયન્સ જીઓ ની જવાબદારી પુત્ર ને સોંપી છે. જયારે મુકેશ અંબાણી એ તેની પુત્રી ઈશા અંબાણી ને રિલાયસ રિટેલ ની જવાબદારી સોંપવા માટે લીલી જંડી આપી દીધી છે.

હાલ માં ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચરર્સ લિમિટેડ ની ડાયરેક્ટર છે. ટૂંક જ સમય માં તેને રિલાયન્સ રિટેલ ની ચેરમેન બનાવી શકાય છે. ભાઈ બહેન આકાશ અને ઈશા અંબાણી બને જુડવા છે. 30-વર્ષ ની ઈશા અંબાણી એ યેલ યુનિવર્સીટી માં અભ્યાસ કર્યો છે. રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જીઓ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી માં સબ્સિડરી કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના ચેરપરસન ની જવાબદારી તો હજુ મુકેશ અંબાણી ની પાસે જ છે.

વર્ષ 2002 માં પિતા ધીરુભાઈ ના અવસાન બાદ મુકેશ અંબાણી જ રિલાયન્સ નો બધો કારોબાર સાંભળે છે. મુકેશ અંબાણી ની ઉમર 65 વર્ષ ની થઇ ચુકી છે. માટે જ તે હવે ધીમે ધીમે રીટાયર તરફ વળી રહ્યા છે. ગયા વર્ષે પિતા ધીરુભાઈ અંબાણી ના જન્મદિવસે આયોજિત સમારોહ માં મુકેશ અંબાણી એ નવી પેઢી ને જવાબદારી સોંપવાના સંકેતો આપી દીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *