મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિઓ માના એક છે. મુકેશ અંબાણી નું નામ માત્ર ભારતમાં જ નહીં વિદેશના ધનિક વ્યક્તિઓમાં આવે છે. મુકેશ અંબાણી દિન પ્રતિદિન પોતાના બિઝનેસમાં અને પોતાની સંપત્તિમાં વધારો કરતા જાય છે. મુકેશ અંબાણીએ થોડા સમય પહેલા દુબઈમાં એક શાનદાર બંગલો ખરીદ્યો હતો. તો મુકેશ અંબાણીએ થોડા સમય પહેલા કોલ્ડ્રીક્સની એક કંપની ખરીદી હતી.
તો તેના પુત્ર અનંત અંબાણીએ થોડા સમય પહેલા સોમનાથ મંદિરમાં આવીને ઘણું બધું દાન પણ કર્યું હતું. મુકેશ અંબાણી હાલમાં એક એવી કંપની ખરીદી કરવા જઈ રહ્યા છે કે જેનો સોદો સાંભળીને તમે પણ ચોકી જશો. જાણવા મળ્યું કે રિલાયન્સ રિટેલ ભારતમાં મેટ્રો કેશ એન્ડ કેરીનો બિઝનેસ ખરીદવાનો વિચાર કરેલો છે. આ સોદો 5600 કરોડ રૂપિયામાં થવાનો હોય તેવી વિગતો સામે આવી રહી છે. આની વાત કરવામાં આવે તો મેટ્રો કેશ એન્ડ કેરી હાલમાં મેટ્રો હોલસેલ બ્રાન્ડ હેઠળ ભારતમાં 31 સ્ટોર્સ ચલાવે છે.
2003 માં ભારતીય બજારમાં પગ મૂક્યો હતો અને 19 વર્ષ બાદ આવે આ કંપની ભારતમાંથી વિદાય લેવાની તૈયારીમાં છે. એવામાં મુકેશ અંબાણી દ્વારા આ બિઝનેસને પોતાનો કરવા માટે તેમાં 500 મિલિયન યુરો આપીને તે ખરીદી કરી શકે તેમ છે જાણવા મળ્યું કે ગયા અઠવાડિયે જર્મન કંપની રિલાયન્સ રિટેલ ના પ્રસ્તાવ પર સહમત થયા છે. આ સોદો ભારતીય ચલણમાં અંદાજિત 5600 કરોડ રૂપિયામાં થઈ શકે છે.
આ મુકેશ અંબાણી ફરીથી પોતાના બિઝનેસમાં એક નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણી કેરીના બિઝનેસ સાથે તો પહેલાથી જોડાયેલા જ છે તેમના ઘર જામનગરમાં આવેલા આંબાના પાર્કમાં કેરીનું ઉત્પાદનમાં થાય છે. આ કેરીના ઉત્પાદનને દેશની બહાર વિદેશમાં મોટા ઊંચા ભાવે વેચવામાં આવે છે. આમ મુકેશ અંબાણી ફરી પાછો આમાં વધારો કરવા જઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!