મુકેશ અંબાણીની થનારી પુત્રવધુ રાધિકા મર્ચન્ટનો પરિવાર છે આટલા કરોડોનો માલિક ! ગુજરાતના આ નાના એવા ગામના વતની….
મિત્રો વાત કરવામાં આવે તો ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીની નાના પુત્રની મંગેતર રાધિકા મર્ચન્ટ આજકાલ ભારે ચર્ચામાં છે. 24 વર્ષીય રાધિકા મર્ચન્ટ એક ક્લાસિકલ ડાન્સર છે. મુકેશ અંબાણીએ હાલમાં જે તેમની વહુ અને અનંત અંબાણી માટે એક સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ લોકો રાધિકા મર્ચન્ટ વિશે જાણવા માગે છે.રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર સાથે અનેક સમારોહ અને ફેમિલી ફંક્શનમાં નજર આવી ચૂકી છે. રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણીની નજીકના મિત્ર વીરેન્દ્ર મર્ચન્ટની પુત્રી છે. વીરેન્દ્ર મર્ચન્ટ ઈનકોર હેલ્થકેરના સીઈઓ છે જો આશરે 800 કરોડની કંપની છે.
રાધિકા વીરેન્દ્ર અને સાયલા મર્ચન્ટનું એક માત્ર સંતાન છે. રાધિકા એક ક્લાસિકલ ડાન્સર હોવાની સાથે ઈકોનોમિક્સમાં સ્નાતક કરી ચૂકી છે.
તેમણે ન્યૂયોર્ક યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. અનંત અંબાણી અને રાધિકાની મુલાકાત અભ્યાસ દરમિયાન થઈ હતી. અનંત અંબાણીએ ગયા વર્ષે રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી રિલાયન્સ ન્યૂ એનર્જીના ડાયરેક્ટર બનાવાયા હતા. રાધિકા મર્ચન્ટે ભાવના ઠાકર પાસેથી ડાન્સની તાલિમ લીધી છે.
ઈશા અંબાણી અને રાધિકા મર્ચન્ટ સારા મિત્ર પણ છે. રાધિકા એક લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. જે ઘરમાં રાધિકા રહે છે ત્યાં એક એકથી ચઢિયાતી સુવિધાઓ મોજૂદ છે. રાધિકા મર્ચન્ટની નેટવર્થ 10 કરોડ રૂપિયાની આસપાસ છે. હાલમાં તે ફેમિલી બિઝનેસ સંભાળી રહી છે.18 ડિસેમ્બર 1994માં મુંબઈમાં જન્મેલી રાધિકા મર્ચન્ટ મુંબઈમાં ભણી-ગણી છે. રાધિકાનો પરિવાર ગુજરાતના કચ્છનો છે.
રાધિકા અને અનંત બાળપળના મિત્રો છે. રાધિકાના ડાન્સ ગુરુનું નામ ભાવના ઠાકર છે. રાધિકાએ તેનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઈઝેશન અને દેસાઈ એન્ડ દિવાનજી જેવી ફર્મમાં ઈન્ટર્નશિપ કરી હતી. ત્યારબાદ તેમણે મુંબઈની રિયલ એસ્ટેટ કંપનીમાં જૂનિયર સેલ્સ મેનેજરની નોકરી કરી હતી. છેલ્લા કેટલાક સમયથી રાધિકા તેનો ફેમિલી બિઝનેસ સંભાળી રહી છે.