India

મુકેશ અંબાણી નો પ્લાન છે તૈયાર ! તે પોતે આરામ કરી બાળકો ને કરશે ગાઈડ, સામે આવી બહુ મોટી વાત…

Spread the love

ભારત ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એવા મુકેશ અંબાણી દરેક સમય માં પોતાનું સ્થાન જાળવી રાખે છે. મુકેશ અંબાણી ની હાલ ની ઉમર 65-વર્ષ છે. હવે તે તેની જવાબદારી પોતાના બાળકો ને સોંપવા માંગે છે. અને આની શરૂઆત પણ કરી દીધી છે. મુકેશ અંબાણી એ તેના પુત્ર આકાશ અંબાણી ને ‘ રિલાયન્સ જીઓ ‘ ની જવાબદારી સોંપી દીધી છે. મુકેશ અંબાણી ભારત ના ધનિક વ્યક્તિ છેલ્લા 20 વર્ષ થી રિલાયન્સ ને સાંભળી રહ્યા છે.

વર્ષ 2002 માં પિતા ધીરુભાઈ અંબાણી ના અવસાન પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ની જવાબદારી મુકેશ અંબાણી ના માથે આવી હતી. મુકેશ અંબાણી ના કમાન નીચે રિલાયન્સ આજે દેશ અને વિદેશ માં પણ કામ કરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ને મુકેશ અંબાણી એ એક ઊંચા સ્તર પર પહોચાડી દીધી છે. હવે મુકેશ અંબાણી ની ઉમર 65 થતા તે હવે સંપત્તિ ના તેના બાળકો વચ્ચે શેર કરવાની તૈયારી કરી રહ્યા છે. પાછળ ના વર્ષે જ ધીરુભાઈ અંબાણી ના જન્મ દિવસ ના કાર્યક્રમ માં આના સંકેતો આપી દીધા હતા.

મુકેશ અંબાણી એ કહ્યું હતું કે હવે નવી પેઢી પોતાની જવાબદારી સાભાળવા માટે તૈયાર થઇ ચુકી છે. અને કહ્યું હતું કે, હવે નવી પેઢી ની માથે જવાબદારી સોંપી ને બસ તેને આરામ થી ગાઈડ જ કરવાના છે. અને તેનો ઉત્સાહ અને જુસ્સો વધારવાનો છે. જેથી તે તેના કામ માં સફળતા ના શિખરો પાર કરી શકે. આથી જ હવે રિલાયન્સ ની બધી જવાબદારી પુત્ર આકાશ અંબાણી ને સોંપી દીધી છે. પાછળ ના વર્ષે જ ખબર બહાર પડી હતી કે, મુકેશ અંબાણી હવે રિટાયરમેન્ટ ની તૈયારી કરી રહ્યા છે.

ઘણા સમય પહેલા મુકેશ અંબાણી એ કહ્યું હતું કે તમામ કારોબાર માં તેના બાળકો ને કઈ રીતે સેટ કરવા તે અંગેના પ્લાન પર વિચાર વિમર્શ શરુ છે. આથી જ તો હવે તેણે તેના બનાવેલ પ્લાન પર અમલ કરવાનુ પણ શરુ કરી દીધું છે. પિતા ધીરુભાઈ અંબાણી ના નિધન બાદ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે સંપત્તિ નો વિવાદ ચાલતો હતો. આ વિવાદ ઘણો ચાલ્યો હતો. જોકે ત્યારબાદ તેની માતા કોકિલાબહેન અંબાણી ના પ્રયત્નો થી વિવાદ શાંત થઇ ગયો હતો. ત્યારથી મુકેશ અંબાણી જવાબદારીઓ પર ખરા ઉતર્યા છે. હવે તે જવાબદારી તેની નવી પેઢી ને સોંપવા જય રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *