અભિનેતા મુકેશ ખન્ના 64 વર્ષ ની ઉંમરે પણ કુંવારા છે. તેણે લગ્ન ન કરવા બાબતે એવું કહ્યું કે સાંભળી ને થઇ જશે હેરાન.
ભારત માં અનેક ધારાવાહિક સિરિયલો પ્રખ્યાત છે. જેમાં ભારત માં મહાભારત અને રામાયણ ટીવી સિરિયલ સૌ કોઈ લોકો ની પ્રિય સિરિયલ છે. આ સિરિયલ આપણ ને ઘણું બધું શીખવી જાય છે. અને તેમાં આવતા પાત્રો પણ અભિનેતા ખુબ જ સુંદર રીતે નિભાવતા હોય છે. આજે તમને મહાભારત માં આવતા પાત્ર ભીષ્મ પિતામહ નું પાત્ર અભિનેતા મુકેશ ખન્ના એ ભજવેલું છે. તે મુકેશ ખન્ના ના જીવન ની વાતો વિષે જણાવીશું.
સૌથી લોકપ્રિય ટીવી સીરિયલ મહાભારતમાં ભીષ્મ પિતામહનું પાત્ર ભજવનાર મુકેશ ખન્ના 64 વર્ષના થઈ ગયા છે. મુકેશ ખન્ના નો જન્મ 23 જૂન 1958ના રોજ મુંબઈમાં થયો હતો. મુકેશે ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ, આજે પણ તેઓ ને ભીષ્મ પિતામહ તરીકે ઓળખાણ મળેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ આ ઉંમરે પણ હજુ તેને લગ્ન નથી કર્યા.
તેણે એક ઈન્ટરવ્યુમાં હજુ સુધી લગ્ન ન કરવાનું કારણ જણાવ્યું હતું, જેને સાંભળીને બધા ચોંકી ગયા હતા. તેણે જણાવ્યું કે, લગ્ન એ નસીબનો ખેલ છે, જ્યારે તે થવાનું હોય ત્યારે થાય છે. તેમણે લગ્ન વિશે એમ પણ કહ્યું હતું કે આ બે આત્માઓનું સંયોજન છે, જેઓ સાથે રહે છે અને જીવન જીવે છે. કદાચ મારા માટે કોઈ છોકરી નથી બની. જણાવી દઈએ કે તેઓ ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઈન્ડિયાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેણે શક્તિમાન જેવી સિરિયલમાં સુપરહીરોની ભૂમિકા ભજવી છે.
મુકેશ ખન્નાએ પોતાની કારકિર્દીમાં ઘણી ભૂમિકાઓ ભજવી હતી. પરંતુ તેમને ઓળખ ભીષ્મ પિતામહની ભૂમિકાથી મળી. કહેવાય છે કે પહેલા તેને અર્જુનનો રોલ મળ્યો હતો પરંતુ કોઈ કારણસર આ રોલ તેની પાસેથી છીનવાઈ ગયો હતો. ત્યારબાદ તેને ગુરુ દ્રોણાચાર્યની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, જે તેને બહુ પસંદ ન આવી પરંતુ તેમ છતાં તે તે કરવા માટે સંમત થયા. પરંતુ કદાચ ભાગ્યના મનમાં કંઈક બીજું હતું. આખરે ભીષ્મ પિતામહની ભૂમિકા માટે તેને ફાઈનલ કરવામા આવ્યા હતા.
આ ઉપરાંત તેને ઘણી બધી મુવી માં કામ કરેલું છે. જેમાં તેણે તે સૌગંધ, સૌદાગર, તહેલકા, યલગાર, મેર આન, રખવાલે, ઇન્સાનિયત, અનક્રાઉન બાદશાહ, મૈં ખિલાડી તુ અનારી, અમાનત, રાજા, અનારી, બરસાત, હિંમત, તાડા, પ્લાન જેવી ફિલ્મોમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.