મુકેશભાઈ અંબાણીનો આ વિડીયો થઇ રહ્યો છે ખુબ વાયરલ ! વિડીયો જોઈને તમે પણ તેમના વખાણ કરતા નહીં થાકો…જુઓ વિડીયો
મુકેશ અંબાણી, કયો એવો વ્યક્તિ હશે જે મુકેશ અંબાણીને નહીં ઓળખતો હોય. નાના બાળકોથી લઈને મોટા વડીલ વયના લોકો સુધીના તમામ લોકો મુકેશ અંબાણીને ઓળખતા થયા છે. મુકેશભાઈ ભારત દેશના એક ખુબ સફળ એવા બિઝનેસમેન તો છે જ પણ સાથો સાથ તે એક ખુબ સારા એવા પિતા, સસરા, પતિ અને દાદા પણ છે. એવામાં મુકેશ અંબાણી સાથે જોડાયેલો આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ વખાણ કરતા નહીં થાકો.
મોટા બિઝનેસમેન એવા મુકેશ અંબાણી પોતાની પુત્રવધુ શ્લોકા મેહતાને મદદ કરતા જોવા મળ્યા હતા, તમને ન ખબર હોય તો જણાવી દઈએ કે ફરી એક વખત મુકેશ અંબાણીના ઘરે બાળકની કિલકારી ગુંજવા જઈ રહી છે, એવામાં શ્લોકા મેહતાની ડિલિવરી પેહલા આકાશ અંબાણી મુકેશ અંબાણી સાથે ભગવાનના દર્શને ગયા હોવાનું સામે આવ્યું હતું, જેમાં મંદિર બહાર મુકેશભાઈ અંબાણીનું સ્વીટ ગેસ્ચર આપણી નજરે પડ્યું હતું. વાયરલ થઇ રહેલા આ વીડ્યો વિશે વાત કરીએ તો મુકેશ અંબાણી પોતાની પુત્રવધુ શ્લોકા મેહતાની મદદ કરતા જોવા મળ્યા હતા.
હાલ આ વીડ્યો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઘણો વાયરલ થઇ રહ્યો છે, વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો પણ મુકેશ અંબાણીને લઈને ખુબ સારી સારી કમેન્ટ કરી રહ્યા છે, જેઆ એક યુઝર જણાવે છે કે ‘એક બિઝનેસમેન હોવાની સાથો સાથ મુકેશભાઈ એક જવાબદાર વડીલ પણ છે.’ આવી અનેક સારી સારી કમેન્ટ હાલ સોશિયલ મીડિયા યુઝરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી રહ્યા છે. મુકેશભાઈ શ્લોકા મેહતાને પુત્રવધુ નહીં પરંતુ પોતાની દીકરી જેટલું જ માં સન્માન આપે છે.
હજી 21 મેં ના રોજ જ અંબાણી પરિવારને ગણપતિ બાપાનું પ્રખ્યાત મંદિર એવા સિદ્ધિવિનાયક મંદિરના પરિસરમાં અંબાણી પરિવારને દર્શન કરતા જોવા મળ્યું હતું જેમાં આકાશ અંબાણી તેનો પુત્ર પૃથ્વી અંબાણી,શ્લોક મેહતા તથા મુકેશભાઈ અંબાણી પણ બાપ્પાના દર્શન કરતા નજરે પડયા હતા.આ અંગેના અનેક વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે વાયરલ થઇ રહી હતી.
View this post on Instagram