સીઆઈડી ઓફિસર અને તેમના પત્ની નો અંગત વિડિઓ વાયરલ થતા ઓફિસરે કરી આત્મહત્યા અને આત્મહત્યા ની ચિઠ્ઠીમાં લખી એવી વાત….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ટેક્નોલોજી અને સોશ્યલ મીડિયાનો છે. હાલના સોશ્યલ મીડિયાના આ સમય માં લોકો અનેક સોશ્યલ મીડિયા માધ્યમોનો ઉપયોગ કરે છે. જો કે મોટા ભાગે આવા માધ્યમોનો ઉપયોગ લોકો દ્વારા મોજ શોખ પૂરતો વધુ કરવામાં આવે છે. પરંતુ ઘણા બદમાશો સોશ્યલ મીડિયાના આવા માધ્યમોનો ઉપયોગ પોતાના ગંદા કામોને કરવા માટે પણ કરે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અનેક લોકો સોશ્યલ મીડિયા નો ઉપયોગ કરે છે. માટે જ તેના પર જો કોઈ વસ્તુ ઉપલોડ કરવામાં આવે તો તે થોડાજ સમયમાં લોકોમાં વાયરલ થઇ જાય છે.
જેનો ફાયદો ઉઠાવી ને આવા આવારા તત્વો શરીફ માણસો ને ટાર્ગેટ કરે છે. અને તેમના અંગત વિડિઓ ચોરી છુપે ઉતારીને તેને સોશ્યલ મીડિયા પર ઉપલોડ કરે છે. અને અન્ય લોકોને બેલ્કમેલ કરે છે. ઘણી વખત આવા ગુંડાઓ નો ત્રાસ એટલી હદે વધી જાય છે કે જેના કારણે બીજી વ્યક્તિ ઘણી નિરાશ થઇ જાય છે. અને તેની પાસે પોતાના જીવનને ટૂંકાવવા સિવાય કોઈ અન્ય વિકલ્પ રહેતો નથી. અને તેઓ આત્મ હત્યા જેવી પગલું ભરી બેસે છે.
આપણે અહીં એક એવાજ ઓફિસર વિશે વાત કરવાની છે કે જેઓ આવા ગુંડાઓ ના કારણે આત્મ હત્યા કરવા માટે મજબુર થયા છે. આ આખો બનાવ કંઈક આ પ્રમાણે છે. મિત્રો જણાવી દઈએ કે આત્મ હત્યાની આ ઘટના સરા ગામ ખાતે સર્જાઈ છે. આત્મ હત્યા કરનાર આ ઓફિસર નું નામ દિપક સિંહ નરેન્દ્ર સિંહ પરમાર છે. જણાવી દઈએ કે તેઓ સુરેન્દ્રનગર ના મૂળી તાલુકાના સરા ગામના રહેવાસી હતા. જણાવી દઈએ કે હાલમાં તેઓ ગાંધીનગર માં સીઆઇડી માં આઈબી વિભાગમાં ફરજ બજાવતા હતા.
તેમણે પોતાના પિતાને પણ જણાવ્યું હતું કે પોલીસ નોકરી કરવી હવે સહેલી નથી. તેના પરથી જાણી શકાય છેકે તેઓ માનસિક રીતે ઘણા તણાવમાં હશે. તેમના સુસાઇડ બાદ તેમણે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં મળેલી માહિતીએ લોકોને ચોંકાવી દીધા હતા. તેમણે પોતાની સુસાઇડ નોટ માં લખ્યું હતું કે તેમની આત્મ હત્યા નું કારણ તે વિડિઓ છે કેજે હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ પોતાના પત્ની સાથે અંગત ક્ષણો વ્યતીત કરતા નજરે પડે છે.
આ ઉપરાંત તેમણે પોતાની ચિઠ્ઠીમાં તેમની સાથે ના અન્ય ત્રણ અધિકારીઓ કે જેમના નામ આ પ્રમાણે છે. ડી કે રાણા, ભારતી બહેન, એ આઈ ઓ નિષા ના નામનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના ત્રાસના કારણે તેમણે આત્મ હત્યા કરી છે. જણાવી દઈએ કે તેમણે પોતાની આત્મ હત્યા ની ચિઠ્ઠી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત ના મુખ્ય મંત્રીને સંબોધીને લખી હતી. હાલમાં પોલીસ દ્વારા આ ચિઠ્ઠીની વિશ્વનીયતા અને તેમાં દર્શાવેલી માહિત અંગે તપાશ કરી રહી છે.