નાની એવી ગેર સમાજના કારણે એક પતિ રાત્રીના સમયે પોતાની પત્નીનું ગળું બદાવીને હત્યા કરી કારણ જાણીને તમને પણ….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પતિ પત્ની નો સંબંધ ઘણો લાગણીશીલ અને પવિત્ર માનવામાં આવે છે. પતિ અને પત્ની ને ભેગા મળીને આ સંસાર રૂપી સાગર ને પાર કરવાનો છે. આ માટે તેમને એક બીજા પર પૂર્ણ વિશ્વાશ હોવો જરૂરી છે. જીવનના દરેક મુકામે અને દરેક ક્ષણે પતિ પત્નીએ ભેગા મળી ને આવનારી તમામ ચુનોતીઓ નો સામનો કરવાનો રહે છે. જો કે આ માટે તે બંને એક બીજા પર વિશ્વાશ રાખતા હોવા જોઈએ.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક પરિવાર માં ઘણી વખત નાની અમથી ગેર સમજ ના કારણે ઘણી વખત નાના મોટા ઝઘડા થતા રહે છે. જો કે આવા સમયે પરિવારના મત જુદા જુદા જરૂર હોઈ પરંતુ તેમના મન જુદા હોતા નથી. અને પરિવારમાં તો નાની મોટી તકરાર ચાલ્યા જ કરે છે, પરંતુ સમય રહેતાની સાથે જ પરિવાર ના તમામ સભ્યોએ સાથે મળી ને આ તકરારને નિવારી લેવી જોઈએ નહી તો ઘણી વખત પારિવારિક ઝઘડા ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. અને તેના માઠા પરિણામો આખા પરિવાર ને સહન કરવા પડે છે.
આપણે અહીં એક આવા જ બનાવ વિશે વાત કરવાની છે, કે જ્યાં નાની એવી બાબત ના કારણે શરુ થયલે ઝઘડાએ એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે જે બાદ એક પત્નીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો તો ચાલો આપણે આ બનાવ અંગે વધુ માહિતી મેંળવીએ. મિત્રો જણાવી દઈએ કે આ બનાવ જસદણ ના ગઢડીયા રોડ પાસે આવેલ ગાંડી વોંકળો બરફ કારખાના પાસે સર્જાયો છે. અહીં એક પતિએ આવેશમાં આવી ને પોતાની પત્ની નું ગળું દબાવી દીધું છે.
મિત્રો જો વાત આ આરોપી પતિ અંગે કરીએ તો તેનું નામ મહંમદશા બચુસા પઠાણ છે. કે જે મજૂરી કામ કરે છે. જયારે મૃતક પત્ની નું નામ આશિયાના છે. જણાવી દઈએ કે મહંમદશા ની ઉમર 21 વર્ષ છે. જયારે આશિયાના ની ઉમર 19 વર્ષ હતી. આ બંને ના નિકાહ ફક્ત ત્રણ મહિના પહેલા થયા હતા. તેવામાં એક દિવસ મહંમદશાએ પતિને ને ફોન પર વાત કરતા જોઈ.
જે બાદ તે કોની સાથે વાત કરે છે. તેના વિશે તાપસ કરવાની તેની ઈચ્છા થઇ તેને પોતાની પત્ની આશિયાના પર તેનો કોઈ બીજા સાથે સંબંધ હોવાનો શક હતો. આ અગાઉ પણ આ બાબત ને લઈને મહંમદશા અને આશિયાના વચ્ચે ઝઘડો થયો હતો. જો કે ત્યારે તો આ બાબત શાંત થઇ ગઈ હતી. પરંતુ આજ વખતે આ બાબતે ઘણું મોટું સ્વરૂપ ધારણ કર્યું બંને પતિ પત્ની વચ્ચે રાત્રીના સમયે ઘણી ઘણી બોલ ચાલ થઇ.
આ બાબત ગેર સમાજ થી ગુસ્સે થયેલ પતિ મહંમદશાએ પોતાની પત્ની આશિયાના નું રાત્રીના સમયે ગળું દબાવી દીધું અને તેની હત્યા કરી. જે બાદ દેકારો થતા મહંમદશા ના પરિવાર ના સભ્યો જાગી ગયા અને તમામ માહિતી મળ્યા પછી તેઓ આશિયાના ને હોસ્પિટલ લઇ ગયા જ્યાં ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી. આ તમામ બાબત અંગે માહિતી મળતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને તેણે આરોપી પતિ મહંમદશા ને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી.