India

પત્ની એ પતિ ની હત્યા કરવા લોટ માં ઉમેરી ઊંઘ ની દવા બાદ હત્યા ને એવો અંજામ આપ્યો કે….જાણો વિગતે.

Spread the love

ભારત માં હત્યા કરવાના અનેક બનાવો સામે આવતા જ રહે છે. લોકો નાની નાની વાતો માં એકબીજા ની હત્યા કરી બેસે છે. ક્યારેક એક પરિવાર ના સભ્યો દ્વારા તેના જ પરિવાર ના અન્ય સભ્ય ની હત્યા કરી નાખવામાં આવતી હોય છે. એવી જ એક હત્યા કરવાની ઘટના સામે આવી છે. જેમાં એક પત્ની એ તેના જ પતિ ની હત્યા કરી નાખવામાં આવેલ છે.

રાજસ્થાન ના જયપુર માં બિલવાના શિવદાસપુરા માં રહેતા ધર્મસિંહ મીના ત્યાંના એક ફાર્મ હાઉસ માં કામ કરે છે. તેની સાથે તેનો પુત્ર રવિ અને પુત્રી સંતોષી સાથે રહે છે. પુત્ર રવિ ના લગ્ન બે વર્ષ પહેલા સાંગાનેર માં 18 વર્ષ ની સુમન સાથે થયા હતા. રવિ બી.એ ના પ્રથમ વર્ષ માં અભ્યાસ કરે છે. તેની પત્ની સુમન તેમના માતા-પિતા સાથે રહેતી હતી. અને ક્યારેક તે તેના સાસરે આંટો મારવા જતી.

જાણવા મળ્યું કે સુમને જ તેના પત્ની ની હત્યા કરી નાખેલી છે. રવિ ની બહેન તરફ થી જાણવા મળ્યું કે સુમને રવિ ને ફોન કર્યો હતો કે તે તેને લેવા આવે બાદ રાતના સમયે સુમન તેના સાસરે આવી હતી. આ દરમિયાન સુમને ઘર ના લોકો માટે જમવાનું બનાવી રાખ્યું હતું. બહેને સુમન પર આરોપ લગાવ્યો છે કે સુમને લોટ માં નીંદર ની દવા ઉમેરી હતી જેથી તે તેમના કામ ને અંજામ આપી શકે. બાદ માં ઘર ના બધા લોકો એ જમવાનું જમી લીધું સુમનને જમવાનું કહેતા તેને જમવાની ના પાડી.

જમીને સુમન તેના પતિ રવી સાથે રૂમમાં જય ને સુઈ ગઈ. બહેન અને પિતા પણ પોતાના રૂમ માં જઈને સુઈ ગયા. બહેન નું કહેવું છે કે મોડી રાત્રે કોઈ વ્યક્તિ ભાઈ રવી ના રૂમ નો દરવાજો ખોલી અંદર ગયું હોય તેવું લાગ્યું પણ તેને ખુબ જ નીંદર આવતી હોય તે જાગી શકી ન હતી. જયારે સવાર પડી ત્યારે ખ્યાલ આવ્યો કે તેનો ભાઈ બેડ પર બેભાન પડેલો છે. અને તેના ગળા ના ભાગે નિશાનો હતા. બહેન નું કહેવું છે કે આ આખું પ્લાનિંગ તેના પત્ની એ કરેલું છે.

ભાઈ ની હત્યા બાદ તેનું કાસળું પણ કાઢી લેવામાં આવ્યું હતું. સુમને વાત રજૂ કરતા કહ્યું કે મોડી રાત્રે તેના પતિ એ ગળાફાંસો ખાઈ લીધો અને જયારે તે જાગી ત્યારે તેનો પતિ લટકતો હતો. અને ત્યારબાદ તેને નીચે ઉતાર્યો હતો. રવી ના અંતિમ સંસ્કાર બાદ સુમન તેના ઘરે ચાલી ગઈ. SSO દિલીપ કુમાર ના જણાવ્યા મુજબ FSL નો રિપોર્ટ આવ્યા બાદ આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *