રાજકોટ મા પતિ એ પત્ની ની હત્યા કરી અને પછી પોલીસ સ્ટેશન મા ફોન કર્યો…
આપડે અનેક ખૂન ના બનાવો જોયા છે જેમાં આરોપી કોઈ એક વ્યક્તિનું ખૂન કરે છે ત્યારબાદ તેને પકડવા પોલીસને ઘણીજ મહેનત કરવી પડે છે. મોટે ભાગે ખૂન ની પાછળ નું કારણ પૈસો હોય છે. હાલ ના સમય માં લોકો પૈસા માટે ગમે તે વ્યક્તિ નું ખૂન કરી નાખે છે. પરંતુ શું તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ કંટાળીને ખૂન કર્યું હોય ? જો નહી તો આપડે અહીં એક એવાજ બનાવ વિશે વાત કરવાની છે.
આ ઘટના રાજકોટ શહેરની છે. અહીં એક પતિ એ પોતાની પત્ની થી કંટાળી ને તેની હત્યા કરી નાખી અને ત્યાર બાદ તેની માહિતી જાતેજ પોલીસ ને આપી આ માહિતી મળતાજ પોલીસ સ્ટેશન માં હડકંપ મચી ગયો. તમને પણ વિચાર આવશે કે આ વ્યક્તિ એ પોતાની જ પત્ની ની હત્યા શા માટે કરી તો ચાલો આ પ્રશ્નનો જવાદ જાણવા માટે આ સમગ્ર ઘટના વિશે વિસ્તારથી માહિતી મેળવીયે.
મળતી માહિતી અનુસાર શુક્રવારે અડધી રાતે પોલીસ કંટ્રોલ રૂમ પર એક યુવક નો ફોન આવ્યો અને તે યુવક એ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું. અને પોલીસને કાયા પોલીસ સ્ટેશને પોતે હાજર થાઈ તે જાણવવા કહ્યું. આ મામલો કંઈક આવો છે એક યુવક કે જેનું નામ શૈલેષ ભુપતભાઇ પંચાસર કે જેઓ ડ્રાઇવિંગ નો વ્યસાય કરે છે, તેમણે નેહા નામની એક યુવતી સાથે પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કાર્ય હતા.
લગ્ન બાદ નેહાને બીજા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતા જેને કારણે તેમની બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. પરિણામે એક દિવસ કંટાળી તેના પતિ એ તેને પેટમાં છરીના ઘા જિકીને નેહા ની હત્યા કરી નાખી. તેણે આ ઘટાની જાણ કરતા પોલીસ ને ઘંટેશ્વર એસઆરપી કેમ્પ વચ્ચે જવા જણાવ્યું. જયારે પોલીસ તે જગ્યાએ પહોંચી ત્યારે તે શૈલેષ પોલીસ ને આ કેમ્પ પાછળ એક સ્થળે લઇ ગયો અને તેની પત્ની નેહા નો મૃત દેહ બતાવ્યો. સમગ્ર બનાવ ની જાણ થતા પોલીસે શૈલેષ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ પણ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!