Gujarat

નરેન્દ્રમોદી સ્ટેડિયમ ઉડાવાની ધમકી મળતા સુરક્ષામાં વધારો!! ધમકી આપનારો પોલીસના ઝબ્બે, શા માટે આપી હતી ધમકી??જાણો

Spread the love

હાલમાં જ એક ચોંકાવનારી ખબર સામે આવી છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો:500 કરોડની માગણી કરતો ઈ-મેઈલ આ યુવકે કર્યાની શંકા. આ ધમકી શા માટે આપી તે અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ સમગ્ર બનાવ શું છે? આપણે જાણીએ છે કે ગુજરાતમાં એશિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે, જેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે.

હાલમાં જ આ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ મેઈલ મળ્યોહતો. આ બનાવના પગલે અલગ અલગ એજન્સી દ્વારા પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સંદેશ ન્યુઝના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હોવાનો NIAને ધમકીભર્યો ઇ મેઇલ મળ્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે. ઈ-મેઇલ મોકલનાર રાખસે રૂ.500 કરોડની ખંડણી અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈને પણ છોડી મુકવાની માગ કરી છે. પોલીસ દ્વારા ઇ મેઇલ કયા IP એડ્રેસ પરથી તપાસ શરૂ કરેલ અને આખરે એમપીના યુવકની ઘરપકડ કરવામાં આવેલ.

આપણા અમદાવાદમાં કુલ પાંચ મેચ યોજાવવાની છે જે તમામ માટે પોલીસ અને સુરક્ષા એજન્સીની ટીમ દ્વારા થ્રી લેયરની સુરક્ષા વ્યસ્થા કરવામાં આવી છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે મકી આપનાર યુવક રાજકોટથી પકડાયો છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં રહેતા વીડિયો બ્લોગર એ માત્ર મજા લેવા માટે આ પ્રકારની ધમકી આપેલ. હાલમાં આ બનાવના પગલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *