દિલ્હી માં ટનલ નું નિરીક્ષણ કરી રહેલા ‘નરેન્દ્ર મોદી’ ને ટનલ માં કચરો દેખાતા જાતે ઝૂકી ને કચરો ઉઠાવ્યો. ત્યારબાદ જાતે જ…જુઓ વિડીયો.

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ માં સ્વરછતા લાવવા માટે લોકો ને ખૂબ પ્રેરણા આપી રહ્યા હોય છે. લોકો પોતાની આજુ બાજુ ની શેરી, ગલીઓ અને જાહેર રસ્તા પર ક્યાંય કચરો ના ફેંકે તે માટે લોકો ને ઘણા માધ્યમો થી સલાહ સૂચનો આપતા જોવા મળે છે. હાલ માં 19 તારીખે વડાપ્રધાને દિલ્હી માં એક ટનલ અને અંડરપાસ નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે ટનલ ના નિરીક્ષણ દરમિયાન તેની નજરે કચરો ચડતા જાતે કચરો ઉઠાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 19-જૂન 2022 ના રોજ રાજધાની દિલ્હી ના પ્રગતિ મેદાન માં એકીકૃત ટ્રાન્ઝિટ કોરિડોર પરિયોજના અંતર્ગત એક સુરંગ અને 5 અંડરપાસ રસ્તા નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે નરેન્દ્ર મોદી ટનલ ની મુલાકાત લેવા પહોંચ્યા હતા. અને તે સમયે તેને રોડ ના કિનારે કચરો જોવા મળ્યો હતો. તો તે ઝૂકીને પોતાને હાથે કચરો ઉઠાવ્યો અને કચરા પેટી માં નાખ્યો હતો.

નરેન્દ્ર મોદી ને આ ઉપરાંત એક પાણી ની ખાલી બોટલ રોડ ના કિનારે થી મળી હતી. તે પણ તેણે જાતે ઉઠાવી હતી. આમ નરેદ્ર મોદી એ દેશ ની જનતા ને સાફ સફાઈ રાખવાનું કહે છે, તે ખુદ પણ જાહેર રસ્તા પર સાફ સફાઈ નું ખુબ જ ધ્યાન રાખતા હોય છે. નરેન્દ્ર મોદી નો કચરો ઉઠાવતા સમય નો વિડીયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો સમાચાર એજન્સી એ.એન.આય.એ શેર કર્યો છે. જુઓ વિડીયો.

નરેદ્ર મોદી એ જે ટનલ અને અંડરપાસ નું ઉદ્ધઘાટન કર્યું છે તે બનાવવા પાછળ 923 કરોડ રૂપિયા નો ખર્ચો થયો હતો. અને તે 1.6 કિલોમીટર લાંબી ટનલ છે. દિલ્લી વાસીઓ ને પહેલા જે ટ્રાફિક સમસ્યાઓ નો સામનો કરવો પડતો હતો તેમાંથી રાહત મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.