નીતા અંબાણી 3 લાખની ચા પીને કરે છે દિવસની શરૂઆત!એવું વૈભવશાળી જીવન જીવે છે કે, એક દીવસમાં પૈસાનો ઢગલો થઈ જાય…
અંબાણી પરિવારનું નામ સાંભળતા કે વાંચતાની સાથે જ તેમના વિશે જાણવાની સૌ કોઈને તમન્ના થાય. આજે આપણે જાણીશું નીતા અંબાણી સાથે જોડાયેલ ખાસ વાત. વિશ્વમાં જેમનાં નામનો ડંકો વાગે છે, એવા મુકેશભાઈ અંબાણીમાં પત્ની નીતા અંબાણી એવું વૈભવશાળી જીવન જીવે છે કે, તેની કલ્પના પણ આપણે ન કરી શકીએ.
હવે વિચાર કરો કે જે સ્ત્રી 3 લાખની ચા પી ને દિવસની શરૂઆત કરે એનું અંગત જીવન કેવું હશે? ચાલો આજે અમે આપને નીતા અંબાણીના જીવન વિશે જણાવીએ. નીતા અંબાણી જેવું જીવન જીવે છે એવું જીવન તો મુકેશભાઈ નહીં જીવતા હોય.
ધીરુભાઈની પસંદગી એટલે નીતા. નીતા અંબાણી એક કલાસિકલ ડાન્સર છે અને સાથોસાથ તેઓ બિઝનેસવુમનની સાથે સમાજસેવીકા પણ છે. અંબાણી પરિવારમાં નીતા અંબાણીનો પોતાનો અલગ જ અંદાજ છે. ખાસ કરીને તેમની લક્ઝ્યુરિયસ લાઇફ સ્ટાઇલના લીધે વધુ લાઇમ લાઈટમાં રહે છે
નીતા અંબાણી ભારત જ નહીં પણ આખા એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે, તો સ્વાભાવિક છે કે, તેમનું જીવન પણ એટલું જ સુખ સુવિધાઓથી ભરપૂર અને સંપૂર્ણ રીતે વૈભવશાળી હોવું જોઈએ. ખાસ કરીને તો નિતા અંબાણી નો પહેરવેશ જ એટલો કિંમતી હોય છે કે, એક પરિવારનું આખું જીવન પસાર થઈ જાય.
નીતા પોતાના દિવસની શરૂઆત એક મીઠી ચાથી કરે છે અને તેની કિંમત 30 લાખ રૂપિયા છે. આ જાપાનની ક્રોકરી નોરિટેક બ્રાન્ડની ચા છે. નીતાને લક્ઝરી કારનો પણ એટલો જ શોખ છે. તેની પાસે રૉયલ કાર મોબેક 62 છે જેની કિંમત 10 કરોડ રૂપિયા છે. આ તેની ફેવરેટ કાર છે.નીતા અંબાણીના જૂતા 5 લાખ રૂપિયાથી વધારે કિંમતના છે. નીતા અંબાણીની જ્વેલરીની વાત કરીએ તો તેની જ્વેલરી પણ ઘણી મોંઘી હોય છે. તેની એક વીંટીની કિંમત 7થી 8 કરોડ રૂપિયા છે.
નીતા અંબાણી પોતાના હાથમાં જે બેગ રાખે છે તેની કિંમત 30 લાખ રૂપિયા છે. જ્યારે લિપસ્ટીકની વાત કરીએ તો નીતા અંબાણીની લિપસ્ટીક 40 લાખ રૂપિયા છે જ્યારે તેની મેકઅપ કિટ પણ ઘણી મોંઘી છે.નીતા પાસે પર્સનલ પ્રાઇવેટ જેટ પણ છે. આ ગિફ્ટ મુકેશ અંબાણીએ તેમના બર્થ ડે પર આપી હતી જેની કિંમત 400થી 500 કરોડની આસપાસ છે. ખરેખર નીતા અંબાણીના એક દિવસના ખર્ચમાંથી કોઈ એક વ્યક્તિનાં એક વર્ષનો ઘર ખર્ચ નીકળી જાય.