પરિવાર સાથે ના કોઈ ફોન માં વાત કે ના કોઈ ટપાલ દ્વારા સમ્પર્ક, પાકિસ્તાન થી પરત ફરેલા માછીમારો એ પોતાની આપવીતી જણાવી…

ભારત દેશ ના પાડોશી દેશ એવા પાકિસ્તાન ની બોર્ડર ગુજરાત ના દરિયાકિનારા સાથે જોડાયેલી છે. એવામાં ગુજરાત ના માછીમારો અરબી સમુદ્ર માં માછીમારી કરવા જાય છે. ત્યારે અવારનવાર ભારતીય માછીમારો પાકિસ્તાન ની મરીન સિક્યુરીટી દ્વારા અપહરણ કરવામાં આવતું હોય છે. અને તેને કેટલાય વર્ષો સુધી પાકિસ્તાન ની જેલ માં બંધ રાખવામાં આવે છે. એવામાં ચાર વર્ષ થી ગુજરાત ના 20 માછીમારો પાકિસ્તાન ની જેલ માં બંધ હતા.

આ 20 માછીમારો ને પાકિસ્તાન સરકારે વાઘા બોર્ડર પર ભારત ના અધિકારીઓ ને પરત કર્યા હતા. ગુજરાત ના આ માછીમારો પોતાના વતન માદરે પહોંચ્યા હતા. ત્યાં તેણે પોતાની આપવીતી જણાવી હતી. માછીમાર જીવાભાઈ એ કહ્યું કે, તે પોરબંદર ની રેખા સાગર બોટ માં માછીમારી કરતા હતા. તે સમયે પાકિસ્તાની મરીન સિક્યુરિટી વાળા એ તેને અપહરણ કરીને એક દિવસ દરિયામાં ફેરવ્યા બાદ માં તે લોકો ને લાંડી ની જેલ માં બંધક રાખવામાં આવ્યા હતા.

તેણે જણાવ્યું કે, તે લોકો સાથે કોઈ મારકૂટ કરતુ ના હતું. પરંતુ તેની ચાર વર્ષ થી તેના પરિવાર સાથે કઈ સંપર્ક ના હતો. ના તો કોઈ ફોન માં વાત કે ના તો કોઈ ટપાલ વડે વાતચીત. તેણે કહ્યું કે પાકિસ્તાની જેલ માં જે ચાર વર્ષ કાઢ્યા તે તેનું મન જાણે છે કે કેવી પરિસ્થિતિ માં ચાર વર્ષ કાઢ્યા. મુક્ત થયેલા માછીમારો ગીર સોમનાથ ના હાલાર પંથક માં આવતા જ પરિવારો ની આંખો માંથી આંસુ પડી ગયા હતા. અને ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યા હતા.

પાછા ફરેલ માછીમારો એ જણાવ્યું કે, પાકિસ્તાની જેલ સતાવાળા કહેતા હતા કે જયારે ભારત માં જે પાકિસ્તાની પછીમારો બંધક છે. તેને જ્યાં સુધી મુકત નહીં કરવામાં આવે ત્યાં સુધી ભારત ના માછીમારો ને તે લોકો નહીં છોડે. માછીમાર દિનેશ ચુડાસમા એ જણાવ્યું કે, ત્યાં તેમને એક બેરેક માં 186 જેટલા કેદીઓ સાથે રાખવામાં આવ્યા હતા. જયારે કોરોના કાળ હતો ત્યારે તેમાં બંધ ભારતીયો માંથી એકેય ને કોરોના ના થયો. પરંતુ પાકિસ્તાની બંધક ને કોરોના થયો હતો. માછીમારો કહે છે કે તે હવે માછીમારી નહિ કરે પણ મજૂરી કામ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.