EntertainmentGujarat

આપણા ગુજરાતી લોકો ને કોઈ નો પોગે ! ભાવનગરી દિલ આકાર ની સેન્ડવીચ જોઈ આખું સોશિયલ મીડિયા હલી ગયું..જુઓ વિડીયો.

Spread the love

આપણા ગુજરાતીઓ ખાવા પીવાના ખુબ જ શોખીન હોય છે. આપણા ગુજરાતી ના લોકો ગમે ત્યાં જાય સાથે ગુજરાતી ખાણુ પીણું તો લઈને જતા જ હોય છે. આપણું ગુજરાતી ખાણુ માત્ર ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર અને વિદેશમાં પણ જાણીતું છે. ખાસ કરીને ગુજરાતી થેપલા. થેપલા નું નામ આવે એટલે તો ભલભલાના મોં મા પાણી આવી જતું હોય છે. એવો જ એક વિડીયો ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો સામે આવ્યો છે.

જેમાં એક સેન્ડવીચ વાળાએ કંઈક અલગ જ સેન્ડવીચ બનાવે છે. જોઈને લોકો હેરાન થઈ રહ્યા છે. એટલું જ નહીં આ સેન્ડવીચ નો વિડીયો જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા એ પણ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભાવનગરમાં આવેલા હિતેશ સેન્ડવીચ નામની એક લારીવાળા એ સેન્ડવીચ ને અલગ જ શેપ આપ્યો છે. એટલે કે સેન્ડવીચ ને હાર્ટ શેપમાં કાપેલું છે. એટલે કે સેન્ડવીચને દિલ શેપમાં કાપીને અનોખી સેન્ડવીચ બનાવે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા સેન્ડવીચ ને દિલ આકારની કાપવામાં આવે છે. ત્યારબાદ તેમાં જામ લગાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં ડેરી મિલ્ક ની ચોકલેટ નો ભૂકો ભભરાવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપર ખૂબ જ વધુ ચીઝ નાખવામાં આવે છે. એટલું જ નહીં દિલ આકારની બ્રેડ પર ચોકોબાર ચોકલેટ કાપીને તેને મૂકવામાં આવે છે. અને સાથે સાથે અલગ જ શેપ આપીને તેને ગ્રાહકોને આપવામાં આવે છે. જેને મજેદાર વિડિયો..જુઓ વિડીયો.

આ વિડીયો જોઈને ઘણા લોકોને મોંમાં પાણી આવી ગયું હશે. તો ઘણા લોકો આ સેન્ડવીચ જોવી પસંદ પણ નથી. જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલા એ આ વીડિયો શેર કર્યો છે. તે કહે છે કે આ સેન્ડવીચે મારું મન ઉડાવી દીધું. આ મિશ્રણને કોણ લાવ્યું છે. અને તેમને આનું બજાર કેવી રીતે શોધ્યું. ઘણા લોકો ને આ વિડીયો પસંદ આવી રહ્યો છે. તો ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આપણા ગુજરાતી લોકો ખાણીપીણી ના શોખીન હોય આવી અવનવી વેરાયટી બજારમાં લાવતા હોય છે. અને લોકોને ચકિત કરી દેતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *