છેલ્લા 14 વર્ષથી આખા ભારત દેશવાસીઓનું મનોરંજન કરી રહેલી સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ શરૂ થઈ ત્યારે હરેક લોકોના દિલોમાં રાજ કરતી હતી. પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી એક પછી એક કલાકારો શો ને અલવિદા કહી રહ્યા છે. દયાબેન નું પાત્ર ભજવનના દિશા વાકાણી, ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ, મહેતા સાહેબનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા આ બધા કલાકારોએ સૌ ને અલવિદા કહી દીધું છે.
એવામાં હાલ એવી માહિતી સામે આવે છે કે શોમાં આત્મારામ ભીડે નું પાત્ર ભજવનાર મંદાર ચાંદ વડકર સો ને અલવિદા કહી શકે છે. જ્યારથી આ સીરીયલ શરૂ થઈ ત્યારથી શો માં આત્મારામ ભીડે નું પાત્ર મંદાર ચાંદ વડકર નિભાવતા આવ્યા છે. પરંતુ હવે આ કલાકાર પોતાના જીવનમાં યુ ટર્ન લેવા માંગે છે તેને કહ્યું કે તે કંઈક નવું કરવા માંગે છે.
તેના જીવન વિશે વાત કરવામાં આવે તો તેને 14 વર્ષ સુધી શો માં કામ કર્યું છે. આ અગાઉ તેણે મિકેનિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તેઓ દુબઈમાં નોકરી કરવા માટે સ્થાયી થયા હતા. પરંતુ તેને એક્ટિંગનો શોખ હોય તેને એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો અને ઘણી બધી મુસીબતોનો સામનો કરીને અહીં સુધી પહોંચ્યા હતા.
પરંતુ હવે તેને મનમાં કંઈક એવું છે કે હજી તેને ખૂબ મોટું નામ કમાવાની ઈચ્છા છે. આથી તેઓ કદાચ સૌ ને અલવિદા કહી શકે છે. હજુ સુધી આ બાબતે કોઈ નકોર માહિતી મળી શકી નથી. પરંતુ આ કલાકાર ના કહેવા મુજબ તે કદાચ કહી શકે છે શો ને અલવિદા. આમ એક પછી એક કલાકારોને અલવિદા કહેતા ચાહકોના મનમાં પણ શો પ્રત્યે રુચિ ઓછી થતી જાય છે. છેલ્લા ઘણા સમયથી દયાબેન નું પાત્ર પણ શોમાં બતાવતું નથી. એવા માં ચાહકો દયાબેનના પાત્ર માટે રાહ જોઈને બેસ્યા છે. એવામાં હવે આ કલાકાર પણ શો છોડવા જઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!