Entertainment

નવાઝુદ્દીન સિદ્દકીનો જીવન સંઘર્ષ જાણી તમે પણ થઇ જશો ભાવુક ! આટલી ગરીબીમાં જીવન જીવી કરી આટલી મેહનત કે હવે કરોડપતિ…

Spread the love

મિત્રો બૉલીવુડમાં હાલ એવા ઘણા બધા કલાકારો છે જે પોતાની મેહનત અને સંઘર્ષ કરીને સિનેમા જગતમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે, એવામાં હાલ આ લેખના માધ્યમથી અમે એક એવા મશહૂર અભિનેતા વિશે જણાવાના છીએ જેણે સિનેમા જગતમાં પોતાનો લોહો બંધાવી દીધો છે.

આ અભિનેતા બીજું કોઈ નહિ પણ નવાઝુદીન સિદ્દકી છે, આ અભિનેતાને દેશમાં સૌ કોઈ ઓળખે જ છે. આ અભિનેતાએ પોતાના જીવનમાં ઘણા બધા સંઘર્ષો કરીને પોતાનું આ મુકામ હાંસલ કર્યું છે. જણાવી દઈએ કે આ અભિનેતાનો જન્મ 19મેં 1974ના રોજ ઉત્તરપ્રદેશના મુઝ્ઝફર નગરમાં થયો હતો. નાનપણથી જ આ નવાઝુદીનને અભિનેતા બનવાનું ભૂત સવાર હતું.

ગરીબ પરિવારમાં જન્મેલ નવાઝુદીન પર એક્ટિંગની વાતને લઈને સૌ કોઈ હસતું હતું પણ નવાઝુદિને પોતાની મેહનત ન છોડી. જણાવી દઈએ કે આ અભિનેતાએ પોતાનો અભ્યાસ હરિદ્વારમાં પૂર્ણ કર્યો હતો, આ અભિનેતાએ ગુરુકુળ કંગરીમાં બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, જે પછી તેઓ ગુજરાત આવી ગયા હતા અહી તે વડોદરામાં કૈમીસ્ટ તરીકેની નોકરી કરવા લાગ્યા હતા. પણ તેઓની અંદર એક્ટર બનાવની લલતો એમનામ જ હતી.

આથી તેને નોકરી છોડીને નેશનલ સ્કૂલ ઓફ એક્ટિંગમાં એડમિશન લીધું હતું અને પોતાનો ખર્ચ કાઢવા માટે સાથો સાથ તેઓ બિલ્ડીંગની ચોકીદારી તરીકેનું પણ કામ કરતા હતા. તેઓએ જીવનમાં સતત ને સતત મેહનત કરતા જ રહ્યા. તેઓ ઘણી ફિલ્મ માટે ઇન્ટરવ્યૂ પણ આપવા ગયેલા.

પણ તેઓના કરિયરની શરૂઆત 1999 માં આવેલી ફિલ્મ સરફરોશ દ્વારા થઈ હતી, જેમાં નવાઝુદિનને નેનો રોલ મળ્યો હતો પણ એવામાં નવાઝુદીનની અચાનક જ કિસ્મત ચમકી ગઈ અને તેને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’ માં લીડ રોલ મળ્યો. આ ફિલ્મ નવાઝુદીન માટે સોનેરી સાબિત થઈ. આ ફિલ્મ બાદ આ અભિનેતાને ઘણી બધી ફિલ્મોમાં રોલ મળ્યા હતા અને આ અભિનેતાએ તેને સારી રીતે ભજવ્યા પણ હતા, જે પછી હવે તમે જોઈ જ શકો છો કે આ અભિનેતા કેટલો મોટો બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *