ઓડિશા ની જાણીતી ટીવી એક્ટ્રેસ ‘રશ્મિરેખા ઓઝા’ એ આપઘાત કરી લેતા ભારે ચકચાર. પિતા એ એવું કહ્યું કે તે…

ભારત માં અવારનવાર આપઘાત ના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઓડિશા ની જાણીતી ટીવી અભિનેત્રી રશ્મિરેખા ઓઝા એ તેના ઘરે પંખા સાથે લટકી ને મૃત્યુ પામી છે. વધુ માં જાણવા મળ્યું કે, 23 વર્ષ ની અભિનેત્રી રશ્મિરેખા ઓઝા એ 18 જૂન ના રોજ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. આ બાબતે તેની એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેના મોત માટે તેણે કોઈ ને પણ જવાબદાર ઠેરવ્યા નથી.

જાણવા મળ્યું કે રશ્મિરેખા પોતાના બોયફ્રેન્ડ સાથે છેલ્લા ઘણા સમય થી ઓજીશાના જગતસિંહપુર જિલ્લા ના તિરતોલ વિસ્તાર માં રહેતી હતી. તેનો બોયફ્રેન્ડ સંતોષ પાત્રા રશ્મિકા સાથે લિવ ઈન માં રહેતો હતો. પિતા એ આ બાબતે રશ્મિકા ની આત્મહત્યા નો આરોપ તેના બોયફ્રેન્ડ પર લગાવ્યો હતો. પિતા એ જણાવ્યું કે તેની પુત્રી ના બોયફ્રેન્ડ સાથે ના સંબંધો બાબતે તેને પણ જાણ નથી.

જયારે રશ્મિરેખા ના આપઘાત ની જાણ તેના બોયફ્રેન્ડ એ જ તેના પિતા ને કરી હતી.રશ્મિરેખા ના મકાન માલિકે જણાવ્યું કે રશ્મિ અને તેનો બોયફ્રેન્ડ પતિ-પત્ની ની જેમ રહેતા હતા. પોલીસે રશ્મિરેખા ની લાશ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. રશ્મિરેખા ના કેરિયર ની વાત કરી એ તો તે ઓડિશા ના ટીવી ઇન્ડસ્ટ્રી માં જાણીતું નામ છે. તેણે ‘ કેમિતિ કહીબી કહા’ માં અભિનય કરીને નામના મેળવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.