જુના અંજલીભાભી એ કહ્યું કે, તેને હજુ સુધી છેલ્લા 6-મહિના ના બાકી રૂપિયા મળ્યા નથી. નેહા મહેતા એ કર્યો મોટો ખુલાસો…

ભારત માં ઘરે ઘરે લોકો ને પસંદ એવી કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ઘણા કલાકારો એવા છે કે તેણે આ શો છોડી દીધો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ માં આવતા કલાકારો પોતાની કલાથી લોકો ને ખુબ જ કોમેડી કરાવતા આવ્યા છે. છેલ્લા ઘણા વર્ષો થી આ શો મનોરંજન કરે છે. પરંતુ આ શો માં જુના કલાકારો જઈ રહ્યા છે. અને નવા કલાકારો એન્ટ્રી કરી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સૌથી પ્રિય પાત્ર એવા દયાબહેન પણ હજુ સુધી આવ્યા નથી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જયારે શરુ થઇ ત્યાર થી અંજલિ ભાભી નું પાત્ર ભજવતી નેહા મહેતા એ બે વર્ષ પહેલા જ શો છોડી દીધો છે. એવામાં નેહા મહેતા એ શો બાબતે એક ફરિયાદ કરી છે. નેહા મહેતા એ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે તેણે છેલ્લા બે વર્ષ થી શો છોડી દીધો છે. છતાં તેને છેલ્લા 6 મહિના ના બાકી લેવાના રૂપિયા હજુ સુધી મળ્યા નથી.

નેહા મહેતા કહે છે કે, તે ગૌરવપૂર્ણ જીવન જીવવા માંગે છે. તેને જીવન માં કોઈ ફરિયાદ કરવી પસંદ નથી. એટલે આ સમસ્યાનો જલ્દી થી નિર્ણય આવે તો સારું. જેથી તેને બાકી નું પેમેન્ટ જલ્દી થી મળી જાય. હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જુના અંજલીભાભી ની જગ્યા એ નવા અંજલીભાભી તરીકે સુનૈના ફોજદાર રોલ નિભાવી રહી છે.

નેહા મહેતા એ શો છોડ્યા બાદ હજુ સુધી કોઈ બીજા શો માં કામ કરતી જોવા મળતી નથી. તે હજુ સારી ઓફર ની રાહ જોઈ રહી છે. ગયા વર્ષે જ તેનું એક ગુજરાતી ફિલ્મ ‘હલકી ફુલકી’ રિલીઝ થઇ હતી. અને હાલ માં એક ગુજરાતી ફિલ્મ નું શૂટિંગ પૂરું કર્યું છે. તે કહે છે કે તેને સિરિયલ માં કામ કરવું પસંદ છે. કારણ કે સિરિયલ ઘણા લોકો જોવે છે. સિરિયલ એક માસ મીડિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.