સ્માર્ટ સીટી સુરત માં 25 ફૂટ ઊંડા ખાડા માં વૃદ્વ મહિલા ખાબક્યા ! ત્યારબાદ જે થયું તે જોઈ ને…જુઓ વિડીયો.
વરસાદ ની સીઝન ચાલુ થતા જ ઠેર ઠેર અનેક ભુવા પડવાની ઘટનાઓ સામે આવે છે. જેમાં અનેક લોકો ગરકાવ થઇ જતા હોય છે. અને લોકો અકસ્માત નો ભોગ બને છે. વરસાદ ની શરૂઆત થતા અગાઉ તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન ની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ, ક્યાંક કચાસ રહી જતી હોય છે. જેના લીધે રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ અને ભૂવાઓ પડી જતા હોય છે.
ગુજરાત ના સ્માર્ટ સીટી સુરત માંથી એક ભુવો પડવાની ઘટના સામે આવી છે. જેનો વિડીયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. સુરત ના કામરેજ ના આંબોલી ગામમાં એક ઘટના ઘટી છે. જેમાં એક વૃદ્ધ મહિલા એક 25 ફૂટ ઊંડા ભુવા માં પડી ગયા હતા. આ ઘટના ની જાણ ફાયર સ્ટાફ ને થતા તે દોડી આવી હતી. ફાયર સ્ટાફ ના લોકો ની ભારે જહેમત બાદ વૃદ્ધ મહિલા ને બહાર કાઢવામાં આવ્યા હતા. જુઓ વિડીયો.
View this post on Instagram
ભુવા માં પડેલ વૃદ્ધ મહિલા નું નામ કપિલાબહેન ઠાકરશીભાઈ રામાનંદી જાણવા મળ્યું હતું. જેમની ઉમર 70-વર્ષ ની છે. ફાયર સ્ટાફ ના સભ્યો એ વૃદ્ધા ને સેફટી બેલ્ટ બાંધીને બહાર કાઢ્યા હતા. આવા અનેક ખાડા અનેક જગ્યા એ પડી જતા હોય છે. વરસાદી પાણી થી ખાડા કોઈ જોઈ ના શકવાને કારણે લોકો અકસ્માતે ખાડા માં પડી જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!