રાજકોટ મા એક પરિવાર મા ચાર લોકો નું અવસાન થયું. હજી આંસુઓ રોકાતા નથી શું થયું તે જાણો…

રાજકોટના ખીરાસરા નજીક વાજડી ગામે પાસે ગઈકાલના બપોરના સમયે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં હોમિયોપેથીના 4 તબીબોએ જીવ ગુમાવ્યા હતા. જયારે અકસ્માતમાં જીવ ગુમાવનાર સીમરન, ફોરમ, આદર્શ અને કારના ચાલક નિશાંતનું મોત થયું હોવાના કારણે પરિવાર અને કોલેજમાં શોકનું મોજું છવાઈ ગયું છે.

તેમ છતાં આ ચારેય મૃતકોએ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ બેઝથી કોરોના વોરિયર્સ તરીકે મહાનગરપાલિકા હસ્તક છ મહિના સુધી સિવિલ હોસ્પિટલમાં સેવા આપવામાં આવી હતી. તેની સાથે આજે પારૂલ યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેથી કોલેજ દ્વારા બંધ પાળવાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા આ ચારેયને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી.

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ વાજડી નજીક કાર અને રાજકોટ-કાલાવડ રૂટની એસ.ટી. બસ વચ્ચે અસ્કમાત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળ પર જ કોઠારિયા રોડ આનંદનગર કોલોનીમાં રહેનાર અને પારુલ યુનિવર્સિટી સલગ્ન ડલ રોડ ઉપર આવેલી રાજકોટ હોમિયોપેથી કોલેજના ચોથા વર્ષમાં અભ્યાસ કરનાર ભાવિ તબીબોનું કરુણ મોત થયું હતું.

જેમાં કારના માલિક આદર્શભારતી પ્રવીણભારતી ગોસ્વામી, ગોંડલના રહેવાસી અને હાલ રાજકોટમાં હોસ્ટેલમાં રહેનાર રાજકોટ હોમિયોપેથી કોલેજના છાત્ર કારના ચાલક નિશાંત નીતિનભાઈ દાવડા અને કારની પાછળ બેઠેલા નંદાહોલ નજીક ભારતીનગર શેરી નંબર-2 માં રહેનારી રાજકોટ હોમિયોપેથી કોલેજની છાત્ર ફોરમ હર્ષદભાઈ ધ્રાંગધરિયાનું કરુણ મોત નીપજ્યું હતું.

તેની સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી ડો. સીમરન ઉમેદભાઈ ગીલાનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૂળ ભાવનગરની હાલ રાજકોટ રહેનાર ડો.કૃપાલી ચેતનભાઈ ગજ્જરને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામક આવી હતી.

જેમાં પારુલ યુનિવર્સિટી સલગ્ન ગોંડલ રોડ ઉપર આવેલી રાજકોટ હોમિયોપેથી કોલેજના ચોથા વર્ષમાં અભ્યાસ કરનાર ચાર ભાવિ તબીબના મોત થવાના કારણે પરિવાર અને કોલેજમાં શોકનો માહોલ ઉભો થઇ ગયો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *