કવિરાજ ના નજીક ના વ્યક્તિ નું મૃત્યુ થતા કવિરાજ ને લાગ્યો મોટો ઝટકો ચોધારે આંસુ એ રડી પડ્યા જાણો કોણ હતા તે વ્યક્તિ,
આપણા ગુજરાતમાં અનેક એવા ડાયરા ના કલાકારો અને ગાયક કલાકારો છે કે જેઓ માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ પોતાની નામના ધરાવે છે. એવા જ એક ગુજરાતના ગાયક કલાકાર એટલે જીગ્નેશ કવિરાજ. જીગ્નેશ કવિરાજ ના કાર્યક્રમમાં બહુ સંખ્યામાં તેના ચાહકો ઉમટી પડતા હોય છે. પરંતુ જીગ્નેશ કવિરાજના જીવનમાં હાલમાં એક દુઃખદ ઘટના ઘટી છે.
જીગ્નેશ કવિરાજના એક નજીકના વ્યક્તિનું મૃત્યુ થઇ જતાં જીગ્નેશ કવિરાજ પૂરેપૂરા ભાંગી પડ્યા હતા. તો ચાલો વિગતે જાણીએ જાણવા મળ્યું કે જીગ્નેશ કવિરાજ ના કાર્યક્રમમાં જીગ્નેશ કવિરાજની સાથે અનેક તેની ટીમના માણસો હોય છે અને તેની ટીમમાં આકાશ નામના એક વ્યક્તિ જીગ્નેશ કવિરાજના કાર્યક્રમમાં ઢોલ વગાડવાનું કામ કરતા હતા. આ આકાશ નામના વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જતા જીગ્નેશ કવિરાજ ના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો.
આકાશના મૃત્યુના સમાચાર સાંભળીને જીગ્નેશ કવિરાજ તાત્કાલિક આકાશના ઘરે પહોંચી ગયા હતા અને આકાશના મૃતદેહ ને જોઈને રડી પડ્યા હતા એટલું જ નહીં આકાશના અંતિમ સંસ્કાર સમય પણ જીગ્નેશ કવિરાજ દુઃખના દરિયામાં ગરકાવ થઈ ચૂક્યા હતા અને તેની અંતિમયાત્રામાં ભીની આંખે જોડાણા હતા. આમ જીગ્નેશ કવિરાજના ખૂબ નજીકના મિત્ર નું મૃત્યુ થઈ જતા જીગ્નેશ કવિરાજ અને તેના મિત્રોમાં ખાસ એવી દુઃખની લાગણી છવાઈ ચૂકી હતી.
જીગ્નેશ કવિરાજ તેના સાથી કલાકારોને પણ પોતાના પરિવારની જેમ જ સાચવતા હોય છે અને તે લોકો પ્રત્યે પણ અપાર પ્રેમ અને લાગણીઓ દર્શાવતા હોય છે. જીગ્નેશ કવિરાજના ચાહકો આજે ગુજરાતમાં બહુ સંખ્યામાં જોવા મળે છે. જ્યારે પણ તેના કાર્યક્રમ હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!