ગુજરાત માં છેલ્લા ઘણા દિવસો થી ભારે થી અતિભારે વરસાદ વરસી રહ્યો હતો. હાલ ગુજરાત માં છુટોછવાયો વરસાદ જોવા મળે છે. હવે આગામી સમય માં ગુજરાત માં ઘણા વિસ્તારો માં ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાત ના ઘણા જિલ્લાઓ માં વરસાદ થવાની સંભાવનાઓ જોવા મળે છે. હવામાન વિભાગે આ બાબતે માહિતી આપતા કહ્યું કે…
આગામી 22-જુલાઈ ના રોજ થી ગુજરાત માં ફરી વરસાદ ની એંટ્રી થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ અમદાવાદ માં વરસાદ ની શક્યતાઓ ઓછી દર્શાવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં આગામી 22-જુલાઈ પછી ધોધમાર વરસાદ પડી શકે છે. હાલમાં વરસાદ ની આગાહી નહિવત કરવામાં આવેલ છે.
આગામી 48-કલાક સુધી ગુજરાત માં હવામાન વિભાગે મધ્યમ વરસાદ ની આગાહીઓ કરેલી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત માં મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવામાં આવી છે. ઉત્તર ગુજરાત ના જિલ્લા બનાસકાંઠા અને અરવલ્લી માં ભારે વરસાદ વરસી શકે છે. વરસાદ ના પગલે ઉત્તર ગુજરાત માં એન.ડી.આર.એફ અને અન્ય બચાવ તંત્ર ને ખડેપગે એલર્ટ રાખવામાં આવેલું છે. જેથી ફરી કોઈ જાનહાની થવાની શક્યતાઓ ન રહે.
આ સાથે મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર અને મોરબી માં ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાત માં હાલ માં અમુક જિલ્લાઓ માં બફારા નું પ્રમાણ પણ જોવા મળે છે. એવામાં આગામી 22 -જુલાઈ થી વરસાદ ફરી શરુ થતા લોકો ને રાહત મળી શકે છે. દીવ-દમણ, કરછ અને સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તારો માં પણ મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!