Gujarat

એક સમયે હોટેલમાં એંઠી ડિશો ઉપાડતાં, 8 પાસ લક્ષ્મણસિંહના કેવી રીતે બન્યા રીયલ પેપરીકા ના માલિક?આટલું સરસ ફૂડ મળે છે….

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમય વ્યક્તિને મહેનત વિના જ જલ્દી સફળ થવું છે અને સંપત્તિવાન બનવું છે, ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિ ની વાત કરીશું જેમણે જીવનમાં અનેક ખરાબ દિવસો જોયા અને ખૂબ જ સઘર્ષ કરેલ અને આજે કરોડો રૂપિયા કમાઈ છે. આમ પણ કહેવાય છે ને કે દરેક સફળ વ્યક્તિની પાછળ સંઘર્ષ રહેલો છે, ત્યારે આજે તેઓ દેશના ધનવાન વ્યક્તિઓની રેશમાં છે.આજે અમે આપને એક એવા જ વ્યક્તિની વાત કરીશું જેમની સંઘર્ષમય કહાની પરથી તમને ઘણુંબધું શીખવા મલશે.

જીવનમાં કોઈ કામ નાનું કે મોટું નથી હોતું આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાની જેઓ એક સમયે હોટેલમાં એંઠી ડિશો ઉપાડતાં અને આજે લક્ષ્મણસિંહે રિઅલ પેપ્રિકાનું નામ ભારતભરમાં ગુજાવ્યુ છે. આજે આપણે તેમની સફળતા વિશે જાણશું. મૂળ રાજસ્થાનના ઉદયપુરના ભબરાના ગામ લક્ષમણ ભાઈ નવમાં ધોરણમાં નાપાસ થયા પછી અમદાવાદ કામની શોધમાં આવી ગયા અને અમદાવાદમાં ગોપી ડાઈનિંગ હોલમાં કામ કરતાં હતાં.

ગોપી ડાઇનિંગ હોલમાં લોકો જમી લે પછી તેમની એંઠી ડિશો ઉપાડીને ચોકડીમાં મૂકવાની અને ટેબલ ખુરશી સાફ કરવાની નોકરી મળી હતી. આ કામ મેં ત્રણ કલાક કર્યું અને બપોરે 4 વાગ્યે ત્યાંથી જમીને બેગ પેક કરીને જતો રહ્યો હતો. ગોપી ડાઇનિંગ હોલમાંથી ભાગી જવાનું કારણ એવું હતું કે, તે સમયે ત્યાંની થાળી ખૂબ જ મોટી અને વજનદાર હતી. જે હું માંડ-માંડ ઉપાડી શકતો હતો, એટલે મને થયું કે, આવું કામ આપણાંથી થશે નહીં એટલે ત્યાંથી જતો રહ્યો હતો.”

ગોપી ડાઇનિંગ હોલમાં નોકરી છોડ્યા પછી થોડાક સમય બાદ એક વ્યક્તિએ મને સમજાવ્યો કે, કાં તો તારે ભણવું પડશે કાં તો કામ કરવું પડશે. જે બાદ લૉ ગાર્ડન પાસે આવેલી ઓનેસ્ટ હોટેલમાં એક વર્ષ કામ કર્યું. આ પછી મેં એક વર્ષ ગેસ્ટ હાઉસમાં પણ કામ કર્યું અને વર્ષ 1997માં એક કંપનીમાં નોકરી શરૂ કરી હતી. જેમાં મેં વર્ષ 2010 સુધી અલગ-અલગ પોઝીસન પર કામ કર્યું હતું. નોકરી શરૂ કર્યાના થોડાક વર્ષ પછી મેં પાર્ટ ટાઇમમાં એક કેન્ટિન શરૂ કરી હતી. વર્ષ 2010માં નોકરી છોડી દીધી હતી અને બિઝનેસ કરવા માટે રૂપિયા ખૂટતાં હતાં એટલે મેં કેન્ટિનની દુકાન પણ વેંચી દીધી હતી અને મેં બચાવેલાં થોડાક રૂપિયાથી બિઝનેસ શરૂ કર્યો હતો. નોકરી છોડ્યા પછી એક-બે મહિના મિત્ર તખતસિંહ સાથે ભાગીદારીમાં શ્યામલ ક્રોસ રોડ પર રિઅલ પેપ્રિકા શરૂ કર્યું હતું. ”

અનલિમિટેડ પિઝાનો બિઝનેસ શરૂ કર્યો અને અત્યારે કુલ 60થી વધુ રિઅલ પેપ્રિકાના આઉટલેટ છે, જેમાં અત્યારે 12-15 આઉટલેટમાં ઇન્ટેરિઅરનું કામ ચાલી રહ્યું છે. વાર્ષિક ટર્ન ઓવર70 કરોડથી વધુનું છે. હવે આગામી 1 જાન્યુઆરી, 2022થી અમે મલ્ટીક્યુઝન અનલિમિટેડ શરૂ કરી રહ્યા છીએ. જેમાં પંજાબી, ચાઈનિઝ અને ગુજરાતી મિઠાઈ અનલિમિટેડ આપશે. આ સિવાય મહત્વની વાત એ છે કે, આ સફળતા પહેલા તેમના દિવસો ખૂબ જ દયનિય પરિસ્થિતિમાંથી વીત્યા.

અમદાવાદમાં તેઓ 10×10ની 200 રૂપિયાવાલી ભાડાંની રૂમમાં રહેતા અને. તે રૂમમાં તેઓ અને વાઇફ, એમના નનો ભાઈ અને મ મામા એમ કુલ અમે 5 લોકો રહેતાં હતાં. થોડાક સમય પછી મારી દીકરીનો જન્મ થયો અને મેં વર્ષ 2004માં મેમનગરમાં એક 1BHKનો ફ્લેટ ખરીદ્યો હતો. આ પછી અમે તે ફ્લેટમાં રહ્યા અને હવે સાયન્સ સિટી ખાતેના બંગલામાં રહે છે અને આ છે, તેમના જીવનમાં કરેલ મહેનતનું પરિણામ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *