ગુજરાત મા પશુ પ્રાણીઓ ના હુમલાઓ માં ખુબ જ વધારો થવા પામ્યો છે. રસ્તા પર ચારેતરફ પશુઓ નું જ સામ્રાજ્ય જ જોવા મળે છે. રસ્તા પર ગમે તે જગ્યા એ પશુ બેસી જતા હોય છે જેના લીધે રાહદારીઓ ને ખુબ જ તકલીફ થવા પામે છે. ક્યારેક ક્યારેક રસ્તા પર બે પશુ બાખડતાં જોવા મળે છે. જેમાં અવતા જતા રાહદારીઓ ને ઈજાઓ થવા પામે છે. અને ક્યારેક મોટી ઇજા થતા લોકો ને હોસ્પિટલે ખસેડવાનો પણ વારો આવે છે.
હાલમાં એક સાંઢે એક મોટી ઉમર ના દાદા પર ભયંકર હુમલો કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. એક સાંઢ એક ઘર ની નીચે ઉભેલો હોય છે. એક ઘર ઉપરથી સાંઢ પર પાણી ફેંકવામાં આવે છે. આ દરમિયાન સાંઢ ઘર થી દૂર ચાલ્યો જાય છે. અને એક ગાડી વાળા ને અડફેટે લેતા ગાડી વાળા બચી જાય છે. એવામાં એક મોટી ઉમર ના દાદા સાયકલ લઇ ને પસાર થતા હોય છે.
દાદા ની પાસે સાંઢ આવે છે. દાદા સાંઢ ના ડર થી સાયકલ ઉભી રાખી દે છે અને જેવી સાયકલ ઉભી રાખે છે કે, સાંઢ દાદા પર ભયંકર હુમલો કરી બેસે છે. દાદા ને પોતાના શિંગડા વડે ઉપર ઉલાળે છે. અને દાદા ગલોટિયું મારી ને સાયકલ સાથે નીચે પડી જાય છે. ખરેખર દાદા પર સાંઢ દ્વારા ભયંકર હુમલો થાય છે. આજુબાજુ કોઈ દાદા ને બચાવવા વાળું નજરે પણ ચડતું નથી. જુઓ વિડીયો.
View this post on Instagram
આમ લોકો પર પશુ દ્વારા ભયંકર હુમલાઓ થતા હોય છે. અને લોકો ને ઘાયલ કરી દેવામાં આવતા હોય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો કોમેન્ટો માં પોતાનો રોષ ઠાલવતા જોવા મળે છે. નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!