Gujarat

કરુણ અકસ્માત! ડીસામાં પીકઅપે બાઈક ચાલક દંપતી સાથે સર્જ્યો અકસ્માત બે બાળકોએ પિતાનું છત્રછાયા ગુમાવી

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં જાણે કાળ રસ્તા પર જ લોકોને પોતાનો શિકાર બનાવવા બેઠો હોઈ તેમ રોજ અનેક અકસ્માત ના બનાવો સામે આવે છે આવા અકસ્માત સર્જાવવાનું મુખ્ય કારણ વાહન ચાલકની વધુ ઝડપ કે પછી ગફલત ભરેલ ડ્રાઈવિંગ ને માનવામાં આવે છે. આવા અકસ્માત માં અનેક લોકો પોતાના સ્વજનો ને ખોઈ બેઠે છે તેવામાં ફરી એક વખત આવોજ કરુણ અકસ્માત સામે આવ્યો છે.

આ અકસ્માત માં એક દંપતી ને અકસ્માત નો ભોગ બનવું પડ્યું છે જેમાં પતિનું મૃત્યુ થયું છે. આ ગંભીર અકસ્માત અંગેની વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ડીસાના રાણપુર રોડ પર સર્જાયો હતો. જેમાં એક પીકઅપ અને એક બાઈક વચ્ચે ટકકર થઇ હતી જેમાં એક વ્યક્તીન્ર પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.

જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ અંગે કરીએ તો આ વ્યક્તિનું નામ સુભાષ કુમાર પ્રહલાદજી પઢીયાર છે જયારે ઈજાગ્રસ્ત મહિલાનું નામ નયના બેન પઢીયાર છે કે જેઓ સુભાસ ભાઈના પત્ની છે. જણાવી દઈએ કે આ દંપતી પોતાની બાઈક કે જેનો નંબર જીજે ૦૮ એસ ૭૫૬૭ છે તેણે લઈને સાસરે પ્રસંગે જઈ રહ્યા હતા.

તેવામાં જયારે દંપતી વિસ્તારના ભૈરવ કોલ્ડ સ્ટોરેજ પાસે પહોચ્યાં કે ત્યાંથી ફૂલ ઝડપે અને રોંગ સાઈડ માં આવી રહેલ એક પીકઅપ તેમની સાથે અથડાની જેના કારણે દંપતી ગંભીર રીતે ઘાયલ થઇ જે બાદ તેમને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા કે જ્યાં ડોકટરે પતિને મૃત ઘોષિત કર્યો જયારે તેમના પત્ની ની હાલત ગંભીર છે. અકસ્માત બાદ પીકઅપ ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો. હાલમાં પોલીસે આ વ્યક્તિની તપાસ શરુ કરી છે. આ કરુણ અકસ્માત ને કારણે બે બાળકોએ પિતાનો સાથ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *