વધુ એક આયેશા ! પ્રેમ માં દગો મળતા યુવતી એ રિવરફ્રન્ટ પર જઈ છેલ્લો વિડીયો બનાવ્યો. વિડીયો માં જણાવ્યું મોત નું કારણ…
ગુજરાત માંથી અને આખા ભારત માંથી રોજબરોજ આપઘાત ના કિસ્સાઓ સામે આવતા રહે છે. થોડા સમય પહેલા અમદાવાદ માં આવેલ રિવરફ્રન્ટ માં એક મુસ્લિમ યુવતી આયેશા એ તેના પતિ ના ત્રાસ થી કંટાળીને આપઘાત કરી લીધો હતો. હાલ એવો જ એક કેસ સામે આવ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવતી એ રિવરફ્રન્ટ પર છેલ્લો વિડીયો બનાવીને બાદ માં પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. યુવતી ને પ્રેમ માં દગો મળતા આ પગલું ભર્યું હતું.
વધુ વિગતે જાણવા મળ્યું કે, નફીસા નામની મુસ્લિમ યુવતી વડોદરા ની રહેવાસી હતી. તેણે બે દિવસ પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર વિડીયો બનાવીને ઘરે ગળાફાંસો ખાઈ ને મૃત્યુ પામી હતી. નફીસા અમદાવાદ માં રહેતા શેખ રમીઝ અહેમદ નામના યુવક ના પ્રેમ માં હતી. નફીસા અને તેનો પરિવાર વડોદરા ના તાંદળજા વિસ્તાર ના નૂરજહાં પાર્ક માં રહે છે. 25 વર્ષીય નફીસા ના મોત બાદ પરિવાર એ જે.પી. પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી.
પરિવારે કહૂયું કે, શેખ રમીઝ અહમદે તેની પુત્રી ને લગ્ન ની લાલચ આપી ને નફીસા ને ફેરવતો હતો. ત્યારબાદ તેણે નફીસા સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યા હતા. આ વાત ને લીધે નફીસા ખુબ જ ટેંશન માં હતી. આ બાબત ને લીધે નફીસા એ અમદાવાદ ના રિવરફ્રન્ટ પર બે વાર જય ને આપઘાત નો કોશિશ કરી હતી. નફીસા એ રિવરફ્રન્ટ પર જય ને છેલ્લો એક વિડીયો બનાવ્યો હતો. જુઓ વિડીયો.
વધુ એક આયેશા! પ્રેમીએ તરછોડતા વડોદરામાં રહેતી યુવતીએ કર્યો આપઘાત, છેલ્લો વીડિયો જોઈ ભાવુક થઇ જશો#Gujarat #Vadodara #ZEE24Kalak pic.twitter.com/uVn1Y7mbsS
— Zee 24 Kalak (@Zee24Kalak) June 23, 2022
વિડીયો માં રડતા રડતા નફીસા એ ઘણું બધું કહ્યું હતું. આ વિડીયો તેનો છેલ્લો વિડીયો બની ગયો. નફીસા ની બહેને જણાવ્યું હતું કે, નફીસા છેલ્લા બે વર્ષ થી રમીઝ ના પ્રેમ માં હતી. રમીઝ વડોદરા ની કંપની માં કામ કરતો હતો. ત્યાંથી બને સંપર્ક માં આવ્યા હતા. બહેને કહૂયું કે નફીસા એક જ વાત વારંવાર કહેતી હતી કે રમીઝે તેની જિંદગી બરબાદ કરી નાખી. અને ન્યાય ની માંગ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!