લાવારિસ બેગ ની ચેન ખોલતા માત્ર 2-3 દિવસ ના નવજાત શિશુ નો મૃતદેહ મળી આવ્યો શું રક્ષક જ બન્યા હશે ભક્ષક?
આપણા સમાજમાંથી ક્યારેક એવી ઘટના સામે આવતી હોય છે કે જેને સાંભળીને લોકો નું લોહી ગરમ થઇ જતું હોય છે. લોકો ક્યારેક નવજાત બાળકોને તરછોડી મૂકતા હોય છે અને ક્યારેક બાળકોના મૃતદેહોને પણ કચરાઓમાં ફેંકી દેતા હોય છે. એવી જ ઘટનાએ હરિયાણામાંથી સામે આવી છે. હરિયાણાના બહાદુરગઢમાં થી એવી હચમચાવતી ઘટના સામે આવી કે જેને સાંભળીને લોકો પણ ચોકી ઉઠ્યા હતા.
વધુ વિગતે વાત કરીએ તો હરિયાણાના બહાદુરગઢ ના ગામ ડાબોદા માં રહેતા નરેશ નામના વ્યક્તિના ઘરની બહાર નરેશે રોજની જેમ પોતાની કાર પાર્ક કરી હતી. મંગળવારે સવારે નરેશ નામનો વ્યક્તિ ઉઠ્યો ત્યારે તેને પોતાની કારની બોનેટ ઉપર એક લાવારીસ બેગ જોઈ લાવારીસ બેગ ને જોઈને નરેશે આ ઘટનાની માહિતી પોલીસને આપી.
પોલીસ ઘટના સ્થળે આવી અને લાવારીસ બેગ ની ચેન ખોલતા પોલીસને લાવારીસ બેગમાંથી માત્ર બે થી ત્રણ દિવસના નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસ નું કહેવું છે કે કોઈએ આ બાળકને જીવતો બેગમાં નાખી દીધો અને ત્યારબાદ ઠંડીના કારણે તેનું મોત થઈ ચૂક્યું હશે અને બીજી તરફ પોલીસ એમ પણ કહી રહી છે કે કોઈએ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હશે અને ત્યારબાદ મૃતદેહને બેગમાં નાખીને અહીં છોડી દીધો હશે.
આમ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તો બીજી તરફ આજુબાજુના તમામ હોસ્પિટલોમાં મહિલાઓની ડીલેવરીના રેકોર્ડ તપાસવામાં તંત્રને કામે લગાડી દેવામાં આવેલું છે કે જેની ડીલેવરી બે ત્રણ દિવસ અગાઉ કરવામાં આવી હોય. આમ આવો મૃતદેહ મળી આવતા લોકો આ બાબતે ભારે ગુસ્સો પ્રદર્શિત કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!