Gujarat

અંગદાનમાં અગ્રશર ગુજરાત! સર્જ્યો વધુ એક વિક્રાંત મહિલાએ મહેકાવી માનવતા ત્રણ લોકોને નવું જીવન..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ પૃથ્વી પર જો કોઈ કાર્ય સૌથી વધુ પુણ્ય આપતું હોઈ તોતે સમાજ સેવાનું છે. કહેવાય છે કે સમાજ સેવા એજ પ્રભુ સેવા છે જરૂરીયાતમંદ લોકોને મદદ કરી તેમના ચહેરા પર ખુશી લાવવાથી જે ખુશી મળે છે તેવી ક્યાંય મળતી નથી આપણે સૌ જાણીએ છિએ કે આપણી આસપાસ અનેક ઓર્ગન નિષ્ફળ દર્દીઓ જોવા મળે છે કે જેઓ પોતાના જીવન ઘણી જ પીડામા વિતાવતા હોઈ છે.

તેવામાં આવા વ્યક્તિઓ ને નવું જીવન આપવાથી ખરેખર માનવ સેવા કરી શકાય છે જોકે ગુજરાત માં એક પછી એક જે રીતે અંગદાન ને લઈને ઘટનાઓ સામે આવી છે તેના કારણે ખરેખર માનવતા મહેકી છે એક તરફ જ્યાં અમુક લોકો અંગદાન ને લઈને જાગૃત નથી તો તેવામાં બીજી તરફ ગુજરાત અંગદાન ના કિસ્સે નવા નવાં વિક્રાંત સર્જ્યા છે.

જણાવી દઈએ કે ફરી એક વખત અંગદાન નો આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક મહિલા ના અંગદાન ને કારણે ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સુરત ની છે કે જ્યાં એક મહિલા બ્રેન ડેડ થતાં પરિવારે અંગદાન નો નિર્ણય લીધો છે.

જો વાત આ મહિલા અંગે કરીએ તો તેમનું નામ હીનાબેન રસીલભાઈ ચૌધરી છે કે જેઓ 40 વર્ષના હતા. હિના બેન તાપી જિલ્લાના વ્યારા પાસે આવેલા જુનું ઢોડિયાવાડમાં રહેવાસી હતા. જો વાત તેમના બ્રેન ડેડ થવા અંગે કરીએ તો તેમને ખેંચ અને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો જે બાદ સારવાર માટે તેમને સૂરત ની કિરણ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

અહીં તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી હીનાબેનના પરિવાર પાસે પહોંચી અને તેમને અંગદાન નું મહત્વ સમજાવ્યું જે બાદ પરિવાર ના લોકો સહમત થયા અને તેમના લિવર અને કિડની નું અંગદાન્ મળ્યું. જણાવી દઈએ કે મળેલ દાન પૈકી લિવરને સુરતના 41 વર્ષીય વ્યક્તિને જ્યારે બે કિડની પૈકી એક કિડની સુરતના 23 વર્ષીય યુવક ક્યારે, બીજી કિડની સુરતના રહેવાસી 50 વર્ષીય વ્યક્તિને આપવામાં આવી. જણાવી દઈએ કે હીનાબેનના અંગદાન દ્વારા હાલમાં ડોનેટ લાઈફ દ્વારા 1001 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *