India

પાકિસ્તાની બોલર શાહીન અફરીદી એ શાહિદ અફરીદી ની દીકરી સાથે કર્યા નિકાહ ! આખી ટિમ બની સહભાગી, જુઓ ખાસ તસ્વીર.

Spread the love

આપણા ભારતમાં લગ્નની સિઝન ખૂબ ચાલી રહી છે અને એવામાં પાકિસ્તાનમાં પણ લગ્નનો માહોલ છવાઈ ચૂકયો છે. પાકિસ્તાનથી હાલ એક સમાચાર સામે આવ્યા છે. જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક ખેલાડીએ લગ્ન કર્યા છે. વધુ વિગતે વાત કરવામાં આવે તો 22 વર્ષના યુવા ખેલાડી અને બોલર શાહીન અફ્રિદી એ પાકિસ્તાનના પૂર્વ ઓલ રાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રિદીની દીકરી સાથે નિકાહ કર્યા છે.

કરાચી ના જકારીયા મસ્જિદમાં શાહીન અફ્રિદી ના નિકાહ 22 વર્ષની અંશા અફ્રિદી સાથે લગ્ન થયા છે. બંનેના લગ્નની જાહેરાત બે વર્ષ અગાઉ થઈ હતી. પરંતુ ઓલ રાઉન્ડર ખેલાડી શાહિદ અફ્રિદીની દીકરી અંશા અભ્યાસ કરી રહેલી હોવાને કારણે લગ્નમાં મોડું થયું હતું અને હાલમાં બંનેના લગ્ન થયા છે. બંનેના લગ્ન બાદ શાનદાર રિસેપ્શન યોજવામાં આવ્યું હતું.

જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ સહિત અનેક ખેલાડીઓ હાજર રહ્યા હતા. જાણવા મળ્યું કે લગ્ન બાદ પતિ પત્ની થોડા સમય માટે સાથે રહી શકશે નહીં ત્યારબાદ બંને સાથે રહી શકશે. ભારત અને પાકિસ્તાન ક્રિકેટની વાત કરવામાં આવે તો બંને દેશો વચ્ચે ક્રિકેટનો જંગ ખરેખરી જંગ જામતો હોય છે.

બંને દેશના ખેલાડીઓ જે જીજન લગાવી દેતા હોય છે અને મેચ જીતવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. આમ પણ ભારત અને પાકિસ્તાનની વર્ષો જૂની દુશ્મની જોવા મળે છે. હાલમાં પાકિસ્તાનમાં ખૂબ જ ભાવ વધારો થયેલો જોવા મળે છે. એવામાં ક્રિકેટ ટીમના ખેલાડી લગ્નના બંધનમાં બંધાતા તેના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *